લીલાપોર ITI ખાતે રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
BY Connect Gujarat23 Nov 2019 10:17 AM GMT

X
Connect Gujarat23 Nov 2019 10:17 AM GMT
વલસાડ જિલ્લા રોજગાર કચેરી, નગર
રોજગાર કચેરી, ધરમપુરના
ઉપક્રમે લીલાપોર મહિલા આઇ.ટી.આઇ. ખાતે રોજગાર/ એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન
કરવામાં આવ્યું હતુ઼ં.
આ ભરતી મેળામાં ઉપસ્થિત ૧૩ નોકરીદાતાઓએ ૨૨૬ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ
પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ ૧૦૭ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરી
હતી. જ્યારે ૨૭ ઉમેદવારોના એપ્રેન્ટીસ કરાર કરવામાં આવ્યા હતા. આ અવસરે એફડીસીએના
પી.એસ.પુંસનાની, રોજગાર
અધિકારી એસ.કે.પટેલ, પારડી
આઇ.ટી.આઇ.ના એચ.સી.ચૌધરી, વલસાડ
આઇ.ટી.આઇ.ના એસ.એન.ટંડેલ, નોકરીદાતાઓ, રોજગાર કચેરી-આઇ.ટી.આઇ.ના કર્મીઓ, રોજગારવાંચ્છુ
ઉમેદવારો હાજર રહયા હતા.
Next Story