જુનાગઢ : જંગલના રાજા સિંહે કર્યો બળદનો શિકાર, જુઓ LIVE દ્રશ્યો
BY Connect Gujarat2 Jan 2020 11:32 AM GMT

X
Connect Gujarat2 Jan 2020 11:32 AM GMT
જંગલના રાજા સિંહને તમે કયારે શિકાર કરતાં જોયો છે. અને આપનો જવાબ ના હોય તો અમે આપને બતાવી રહયાં છે સિંહે કરેલા બળદના શિકારના દ્રશ્યો…
હાલમાં સોશિયલ મિડીયામાં સિંહ બળદનો શિકાર કરતો હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો જૂનાગઢના મેંદરડા વિસ્તારના નતડીયા સીમનો હોવાનું ચર્ચાઇ રહયું છે. વીડિયોમાં એક સિંહ એક બળદને ગળેથી પકડીને શિકાર કરીને બાજુની કાંટાળી વાડમાં ઢસડી જતો દેખાઇ રહયો છે. શિકાર કરતા સિંહને એક કાર ચાલક હાકલા પડકારા કરીને તેને ભગાડવાનો પ્રયાસ કરતો દેખાઇ રહયો છે. પણ ભૂખ્યો સિંહ કોઈની પણ પરવાહ કર્યા વગર બળદનો શિકાર કરીને શિકારની મિજબાની માણે છે. સિંહોને હેરાન પરેશાન કરવા પણ એક પ્રકારનો ગંભીર ગુન્હો વન્ય અધિનિયમની જોગવાઇમાં હોવા છતાં વનવિભાગ દ્વારા હજુ સુધી આ વિડીયોની ખરાઇ કરી સિંહની પજવણી કરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
Next Story