Connect Gujarat

LOC પર વધતા તણાવ વચ્ચે મોદીએ બોલાવી CCSની બેઠક

LOC પર વધતા તણાવ વચ્ચે મોદીએ બોલાવી CCSની બેઠક
X

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની એક મહત્વની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર વર્તમાન પરિસ્થિતી અને પાકિસ્તાન દ્વારા સીઝફાયરના સતત ઉલ્લંઘન વગેરેની ચર્ચા કરવામાં આવી હતી.

પાકિસ્તાન દ્વારા છેલ્લા 24 કલાકમાં ત્રણવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.

જ્યારે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે વગર કારણે ભારતે પાકિસ્તાનના બે સૈનિકોને મારી નાંખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉરી હુમલામાં ભારતીય સૈન્યના 18 જવાનો શહીદ થયા બાદ ભારત પાકિસ્તાનને વિખુટુ પાડવાનો દરેક પ્રયત્ન કરી રહ્યુ છે.

Next Story
Share it