Connect Gujarat
Featured

સ્થાનિક સ્વરાજની ચુંટણી : મત ગણતરી કેન્દ્રો ખાતે ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો

સ્થાનિક સ્વરાજની ચુંટણી : મત ગણતરી કેન્દ્રો ખાતે ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો
X

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓ માટે રવિવારે થયેલાં મતદાન બાદ હવે ટુંક સમયમાં મતદારોનો ફેંસલો સામે આવી જશે. તમામ મત ગણતરી કેન્દ્રો ખાતે ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો થયો છે. જયારે વહીવટીતંત્રએ ગણતરીની તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓનો આજે અંતિમ પડાવ છે. મહાનગરપાલિકાઓ બાદ રવિવારના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓ માટે રવિવારે મતદાન કરાવવામાં આવ્યું હતું. ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી, એઆઇએમઆઇએમ તથા અપક્ષ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયાં છે. મંગળવારના રોજ રાજયભરમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. સવારે 7 વાગ્યાથી જ મત ગણતરી કેન્દ્રો ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકો આવી પહોંચ્યાં હતાં. બીજી તરફ મત ગણતરી માટે રોકાયેલાં કર્મચારીઓએ તેમની તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઉંચી રહી છે. ભરૂચમાં નવ તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત અને ચાર નગરપાલિકાઓની ચુંટણી યોજાઇ હતી. થોડી જ વારમાં મત ગણતરી શરૂ થશે અને પરિણામો આવવાની શરૂઆત થઇ જશે. બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી સંભાવના છે. પરિણામો બાદ કહી ખુશી અને કહી ગમનો માહોલ જોવા મળશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Next Story