Connect Gujarat
દુનિયા

લંડન / માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી બ્રિટિશ કોર્ટે ફગાવી, 14 દિવસમાં અપીલ નહીં કરે તો 28 દિવસમાં ભારતને સોંપાશે

લંડન / માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી બ્રિટિશ કોર્ટે ફગાવી, 14 દિવસમાં અપીલ નહીં કરે તો 28 દિવસમાં ભારતને સોંપાશે
X

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ કરવા વિરુદ્ધની અરજી બ્રિટનની એક કોર્ટે ફગાવી દીધી હતી. માલ્યા 9000 કરોડ રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે ભાગેડુ જાહેર છે. માલ્યાએ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે સ્વીકાર્યું કે માલ્યા વિરુદ્ધ ભારતમાં અનેક મોટા આરોપો લાગેલા છે. માલ્યા(64)એ 31 માર્ચે અરજીના સંબંધમાં ટિ્વટ કરી કહ્યું હતું કે મેં બેન્કોને તેમના પૈસા ચૂકવી દેવા માટે સતત ઓફર કરી છે. ન તો બેન્ક પૈસા લેવા તૈયાર છે અને ન તો ઈડી તેમની સંપત્તિ છોડવા તૈયાર છે. કદાચ નાણામંત્રી(નિર્મલા સીતારમણ)એ મારી વાત સાંભળી હોત. રોયલ કોર્ડમાં લૉર્ડ જસ્ટિસ સ્ટિફન ઈવિન અને જસ્ટિસ એલિઝાબેથ લાઈંગની બે સભ્યોની બેન્ચે આ અરજીને નકારી કાઢી હતી. માલ્યા વિરુદ્ધ ભારતમાં કૌભાંડ અને મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.

વિજય માલ્યા પાસે હાઈકોર્ટ દ્વારા ઓર્ડર પાસ કરાયા પછી 14 દિવસનો સમય રહેશે અને તે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. જો તે તેમાં નિષ્ફળ સાબિત થશે તો તેને ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. સુપ્રીમકોર્ટ દ્વારા પણ અરજી ફગાવાતા અંતિમ નિર્ણય ત્યાંનું ગૃહ મંત્રાલયે કરશે જેની જવાબદારી હાલ ભારતીય મૂળના પ્રીતિ પટેલ સંભાળી રહ્યાં છે

Next Story