Connect Gujarat
Featured

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોને સરકારે આપ્યો વધુ એક ઝટકો, LPG ગેસ સિલિંડરની કિંમતમાં ઝીંક્યો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોને સરકારે આપ્યો વધુ એક ઝટકો, LPG ગેસ સિલિંડરની કિંમતમાં ઝીંક્યો વધારો
X

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. જેમાં પેટ્રોલ-ડિઝલ બાદ હવે સરકારે LPG ગેસ સિલિંડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.

દેશના પાટનગર દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિંડરની કિંમત રૂપિયા 769 પર પહોંચી ગઈ છે. ગેસ સિલિંડરની કિંમત મહિનામાં સતત બીજી વખત વધારવામાં આવી છે. અગાઉ ગત તા. 4 ફેબ્રુઆરીએ સબસિડીવાળા સિલિંડરમાં 25 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો, ત્યારે તુરંત જ 10 દિવસ બાદ ફરીથી 50 રૂપિયા જેટલો વધારો કરાયો છે. એટલે કે, ફેબ્રુઆરી માસના 15 દિવસમાં જ ગેસ સિલિંડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં તા. 1 ડિસેમ્બરના રોજ પણ પ્રતિ સિલિન્ડર પર 50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો, ત્યારે ગત તા. 16 ડિસેમ્બરે પણ 50 રૂપિયાનો વધારો થયો હતો. જોકે સરકારે LPG ગેસ સિલિંડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરી સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે.

Next Story