Connect Gujarat
Featured

એલઆરડી વિવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, અનામતની નિતિ મુજબ કરાશે ભરતી

એલઆરડી વિવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, અનામતની નિતિ મુજબ કરાશે ભરતી
X

રાજયમાં એલઆડી ભરતી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, રાજય સરકાર અનામતની નિતિને સંપુર્ણ વરેલી છે અને બંધારણની જોગવાઇ મુજબ અનામતના હકકો પુરા પાડવા માટે સરકાર કટીબધ્ધ છે.

રાજયના ગૃહમંત્રી

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, એલઆરડીની ભરતીમાં અનામતની નિતિ મુજબ

ભરતીની પક્રિયા પુરી કરાશે. એલઆરડીમાં મહિલા ભરતી સંદર્ભમાં સમાજના તમામ વર્ગોનું

હિત જાળવીને ટુંક સમયમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત પોલીસ એકટ - 1951ની જોગવાઇ તેમજ પોલીસ ભરતીના પરીક્ષાના

નિયમો અને ગૃહ વિભાગના 30 સપ્ટેમ્બર 2014ના ઠરાવ મુજબ ભરતી કરવામાં આવી રહી

હોવાથી સામાન્ય વહીવટ વિભાગનો 1 ઓગષ્ટ 2018નો પરીપત્ર

આ ભરતી પક્રિયામાં ઉપયોગમાં લેવાયો નથી. આ કેડરમાં નિમણુંક માટે 2,485 વધારાની સુપરન્યુમરી જગ્યાઓ પણ ઉભી કરવામાં

આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજયના એડવોકેટ જનરલે પણ સરકાર વતી

હાઇકોર્ટમાં જવાબ રજુ કરી દીધો છે. આગામી ત્રણ અઠવાડીયામાં નિમણુંકની કાર્યવાહી

પુર્ણ કરી દેવાશે. પોલીસ કોન્સટેબલ ( હથિયારધારી અને બિનહથિયારધારી)માં ભરતી મહિલાઓ માટે 33 ટકા અનામતના આધારે કરવામાં આવી છે. રાજય

સરકાર દ્વારા ખાસ કિસ્સામાં તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોનું મહત્તમ પ્રતિનિધિત્વ

મળી રહે તે માટે કટ ઓફ માર્કસ 50 ટકા એટલે કે 125માંથી 62.5 માર્કસ નિયત કરવામાં આવ્યાં છે.

Next Story