રાજય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે 6 જાન્યુઆરીએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી

ગત 2 ડિસેમ્બરના રોજ રાજ્યમાં યોજાયેલી પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કારણે રદ્દ થઈ હતી. જે હવે આગામી 6 જાન્યુઆરી 2019ના રોજ યોજાશે. લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓના નવા કોલ લેટર્સ પણ ટૂંક સમયમાં મોકલી આપવામાં આવશે. તો પરીક્ષાર્થીઓને આ વખતે એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મળશે.

આ અંગે રાજય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે નવી તારીખની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવશે. તેમજ ઉમેદવારોને પરીક્ષ આપવા માટે આવવા-જવા માટે એસ.ટી.બસમાં વિના મુલ્યે મુસાફરીની સુવિધા પુરી પાડવામાં આવશે.

LEAVE A REPLY