Connect Gujarat
દેશ

લખનઉ : હજરતગંજમાં વિશ્વ હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજિત બચ્ચનની ગોળી મારી કરાઇ હત્યા

લખનઉ : હજરતગંજમાં વિશ્વ હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજિત બચ્ચનની ગોળી મારી કરાઇ હત્યા
X

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના હજરતગંજમાં વિશ્વ હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજિત બચ્ચનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા તે દરમિયાન કરવામાં આવી જ્યારે તેઓ વોકિંગ કરવા નિકળ્યા હતા.

રંજિત બચ્ચન સવારે

મોર્નિંગ વોર પર નિકળ્યા હતા, ત્યારે જ બાઇક પર સવાર બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો અને રંજિત બચ્ચન પર ફાયરિંગ કર્યું. હુમલાખોરોએ

રંજિતના માથામાં ગોળી મારી હતી. જેના કારણે રંજિતનું મોત નિપજ્યુ. રંજિતની CDRI પાસે ગોળી મારી હત્યાની વારદાતને અંજામ

આપવામાં આવ્યો.

ધોળા

દિવસે ઘટેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. આ હુમલામાં

રંજિતના ભાઇને પણ ગોળી વાગી હતી. જેના કારણે તેમનો ભાઇ ઇજાગ્રસ્ત થયો છે. ઘાયલ

હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્તે ખસેડવામાં આવ્યા હતાં.ઘટનાસ્થળેથી હત્યાને

અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા અને પોલીસની 6 ટીમો અને ક્રાઇમબ્રાંચ હત્યારાઓને પકડવા માટે

ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story