Connect Gujarat
Featured

જુઓ પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું જન્મસ્થળ કયાં આવેલું છે

જુઓ પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું જન્મસ્થળ કયાં આવેલું છે
X

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ શનિવારના રોજ 94 વર્ષની જૈફ વયે દુનિયામાંથી વિદાય લીધી છે. સ્વ. માધવસિંહ સોલંકી ભરૂચ જિલ્લા સાથે ગાઢ નાતો ધરાવે છે. તેમનો જન્મ જંબુસર તાલુકાના પિલુદરા ગામમાં થયો હતો જયારે તેમણે માધ્યમિક શિક્ષણ આમોદની ચમાડીયા સ્કુલમાં મેળવ્યું હતું.

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો જન્મ જંબુસર તાલુકાના પિલુદરા ગામમાં 30મી જુલાઇ 1927ના રોજ થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ પીલુંદરા ગામે થયું હતું જયારે માધ્યમિક શિક્ષણ એમણે આમોદની ચામડીયા હાઇસ્કૂલમાં લીધું હતું. તેમની ઓચિંતી વિદાયથી પિલુદરા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહયો છે.

તેઓ ગુજરાતના ચાર વખતના મુખ્યમંત્રી રહી ચુકયાં છે તેમજ દેશના વિદેશમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. રાજકીય આગેવાન અને મંત્રી હોવા છતાં પીલુદરાના ગ્રામજનો સાથે તેઓ સામાન્ય નાગરિકની રીતે મળતા અને ઘર આંગણે બેસી વાતચીતો કરતાં હતા. માધવસિંહ સોલંકી ઘણા સમયથી બિમાર હતાં. તેમના નિધન બાદ નેતાઓ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરી રહયાં છે. સદગતની અંતિમવિધિ રવિવારના રોજ યોજાશે.

Next Story