Connect Gujarat

મધ્યપ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોંગ્રેસમાં થી રાજીનામું, રાજ્યની કોંગ્રેસ સરકાર અલ્પમતમાં!

મધ્યપ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોંગ્રેસમાં થી રાજીનામું, રાજ્યની કોંગ્રેસ સરકાર અલ્પમતમાં!
X

હોળી અને ધૂળેટીનું

પર્વ કોંગ્રેસ માટે ફીકું સાબિત થયું છે, કોંગ્રેસના

દિગ્ગજ નેતા સિંધિયા અને તેમના સમર્થક કુનબાના 20 જેટલા ધારાસભ્યોના રાજીનામાંથી

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. કોંગ્રેસનો આંતરિક

વિખવાદ ભાજપ માટે ફાયદાકારક સાબિત થય રહ્યો છે. અને વધુ એક રાજ્ય કોંગ્રેસ પાસેથી

છીનવી લેવામાં સફળ જણાઈ રહ્યું છે.

આજે હોળી છે અને

હોળીના દિવસે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના રંગમાં ભંગ પડ્યો છે. તેમની સરકાર

ઉપર મોટુ સંકટ ઊભું થયું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ

પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સમાચાર છે કે મધ્ય પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે. એટલું જ નહીં, સિંધિયા ભાજપના ક્વોટા સાથે રાજ્યસભા પણ જશે.

તમને જણાવી દઈએ કે

આજે સવારે મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે જ્યોતિરાદિત્ય

સિંધિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

આવી સ્થિતિમાં મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને પછાડવા માટે તે ભાજપ સાથે હાથ મિલાવી

શકે તેવા સંકેત મળ્યા હતા.

જ્યોતિરાદિત્ય

સિંધિયાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં કહ્યું હતું

કે, હવે સમય આગળ આવ્યો છે. હું માનું છું કે કોંગ્રેસમાં

રહીને હું મારા રાજ્ય અને દેશની સેવા કરી શકું તેમ નથી. ''

જણાવી દઈએ કે, કમલનાથ તેમની સરકાર બચાવવાના સંકટમાંથી પસાર થઈ રહ્યા

છે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 20 જેટલા ધારાસભ્યો રાજીનામું આપવાની તૈયારીમાં

છે. આ તમામ મંત્રી અને ધારાસભ્ય જ્યોતિરાદિત્યના સમર્થક માનવામાં આવી રહ્યા છે. આ સાથે જ એમપીમાં કોંગ્રેસ લઘુમતીમાં આવી

ચૂકી છે અને રાજ્યમાં સરકાર કોંગ્રેસના હાથ માંથી સરકી રહી છે. હવે 95 બેઠકો બચે

તેવી શક્યતા છે. રાજ્યમાં ઓપરેશન કમળ સફળ થઈ રહ્યું છે. અને ફરી એક વખત ભાજપની

સરકાર અને શિવરાજસિંહ મુખ્યમંત્રી બનવા તરફ જય રહ્યા છે.

Next Story
Share it