Connect Gujarat
ગુજરાત

મધ્યપ્રદેશ : સરકાર બન્યાને એક વર્ષ બાદ જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો, સિંધિયા અને કમલનાથ વચ્ચે તકરાર

મધ્યપ્રદેશ : સરકાર બન્યાને એક વર્ષ બાદ જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો, સિંધિયા અને કમલનાથ વચ્ચે તકરાર
X

મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તા સુખ ભોગવી રહેલી કોંગ્રેસમાં એક વર્ષના ભીતર જ આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. મુખ્યમંત્રી પદ માટેની ખેંચતાણ બાદ હવે રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખને લઈને અંદર જ અંદર ઘમાસાણ સર્જાઇ રહ્યું હોવાનું અનુમાન છે. સિંધિયા અને કમલનાથ વચ્ચે વાકયુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે જેની ભાજપ મજા લઈ રહ્યું છે.

મધ્યપ્રદેશની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના સત્તાધારી પક્ષ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખૂલીને સામે આવી રહ્યો છે. સિંધિયા અને કમલનાથ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને ગુટ ના નેતાઓ અને મંત્રીઓનો પક્ષપાત સામે આવી રહ્યો છે. સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા એક બયાન આપવામાં આવ્યું. જેમાં સિંધિયાએ સરકાર વિરુદ્ધ રસ્તા ઉપર ઉતરી આવવાની વાત કહી દીધી. સિંધિયાએ એક સભામાં કહ્યું હતું કે જો વચન પત્રમાં કરેલ વાયદા પૂરા ણ થયા તો હું તમારી સાથે સડક ઉપર ઊતરીશ પોતાને એકલવાયા ના સમજતા. અને આજ વાત રાજ્યના મુખ્યમંત્રી કામલનાથને ખટકી અને કમલનાથે તીખા અંદાજમાં સિંધિયાને જવાબ આપ્યો અને કહ્યું.. વચન પત્ર પાંચ વર્ષ માટે હોય છે એક વર્ષ માટે નહીં. કોંગ્રેસના બંને નેતાની તકરારે રાજનીતિક સ્વરૂપ લઈ લીધું છે અને તેનો ફાયદો ઉઠાવી રહી છે ભાજપ.

ખરેખર આ તકરારને સમઝવા માટે થોડો સમય ભૂતકાળમાં જવું પડશે. રાજ્યમાં 15 વર્ષથી સ્થાયી ભાજપ સરકારને પરાસ્ત કરવા 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે આંતરિક ઝગડાઓને ભૂલી એક સાથે મળી ચૂંટણી લડી હતી. એક તરફ કામલનાથની છાપ અને રણનીતિ હતી તો બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાની ઝંઝાવાતી રેલીઓ અને કડક ભાષણોએ કોંગ્રેસને રાજ્યમાં પ્રસ્થાપિત કરી અને 15 વર્ષ બાદ સત્તા હાંસિલ કરી. જીત બાદ રાજ્યમાં મુખ્યમંત્રી માટે લાંબી ખેંચતાણ બાદ રાહુલ ગાંધીના સમજાવવાથી સિંધિયાએ ધીરજ રાખી અને કામલનાથને મુખ્યમંત્રી બનવાની તક આપી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં સિંધિયા પોતાની પરંપરાગત સીટ પણ હારી ગયા અને તેમની ધીરજ તૂટતી જણાઈ રહી છે. આ તકરારના પાછળ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂક હોવાનું મનાઈ રહ્યું છે. રાજ્યમાં કમલનાથ સીએમ ની સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ પણ સંભાળી રહ્યા છે. જો કે હવે નવા પ્રદેશ પ્રમુખની અટકળો વચ્ચે રાજ્યમાં કમલનાથ, સિંધિયા અને દિગ્વિજય સિંઘ વચ્ચે તકરાર પ્રદેશ પ્રમુખ બનવાને લઈને થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે.

Next Story