Connect Gujarat
ગુજરાત

નેત્રંગની ભક્ત હાઇસ્કુલમાં યોજાયો તાલુકાકક્ષાનો કલા મહાકુંભ

નેત્રંગની ભક્ત હાઇસ્કુલમાં યોજાયો તાલુકાકક્ષાનો કલા મહાકુંભ
X

વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો, મામલતદારે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કયૉ

નેત્રંગ તાલુકા મથકે આવેલ નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલ આવેલ છે, જેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેમાં નેત્રંગ તાલુકાના વહીવટીતંત્રના વડા એટલે કે મામલતદાર એલ.આર.ચોધરીના અધ્યક્ષપણા હેઠળ કલા મહાકુંભનો કાયૅક્રમ યોજાયો હતો.

જેમાં ગાલીબા,ડેબાર,મોરીયાણા પ્રા.શાળા અને સરકારી કોલેજ નેત્રંગ સહિત એમ. એમ ભક્ત હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તમામને મામલતદાર એલ. આર. ચોધરીએ પ્રોત્સાહિત કયૉ હતા. જે પ્રસંગે નેત્રંગ કેળવણી મંડળના મંત્રી ડો. રાજેન્દ્રસિંહ મહિડા, ઉ.માધ્યમિક વિભાગના આર.જે રાણા,સુપરવાઈઝર એમ.એસ ભંડારી,નિવૃત શિક્ષણ એ.બી પરમાર સહિત ભક્ત હાઇસ્કુલના ઇ.આચાયૅ પી.વી ગોહિલે હાજર રહી તમામનો આભાર માન્યો હતો.

Next Story