Connect Gujarat
Featured

મહારાષ્ટ્ર : ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે આવતા 15 શ્રમિકોનાં મોત

મહારાષ્ટ્ર : ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે આવતા 15 શ્રમિકોનાં મોત
X

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આજ રોજ સવારે રેલવે દુર્ઘટના બની હતી. જેમાં 15 શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 15 શ્રમિકો માલીગાડીની અડફેટે આવી જતાં તેમના મોત નિપજ્યાં હતા. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.

કરમાડ પોલીસે જણાવ્યા અનુસાર , મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. સાથે જ તેમને ટ્રેન પકડી હતી. તેઓ મધ્યપ્રદેશ જવાના હતા. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા.તે દરમ્યાન થોડો આરામ કરવા તેઓ ત્યાં સૂઈ ગયા હતા. ત્યારે શુક્રવારે સવારે પાંચ વાગ્યે તેઓ માલગાડીની અડફેટે આવી જતાં તેમના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા.

Next Story