Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: બાલાસાહેબ ઠાકરેની આજે જન્મ જયંતિ, પીએમ મોદી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી

મહારાષ્ટ્ર: બાલાસાહેબ ઠાકરેની આજે જન્મ જયંતિ, પીએમ મોદી સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી
X

શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરે (બાલ ઠાકરે)ની આજે જન્મજયંતિ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રભાવ પાડનારા શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદી, રાજનાથ સિંહ અને તમામ દિગ્ગજ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ઠાકરેનો જન્મ 1926માં પૂણેમાં થયો હતો. જણાવી દઈએ કે બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે જયંતિ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેઓ જનતાને લગતા પ્રશ્નો ઉભા કરવામાં ક્યારેય સંકોચ નથી કર્યો.

વડાપ્રધાને ટ્વિટર પર કહ્યું, 'મહાન બાલાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. હિંમતવાન અને અદમ્ય, તેમણે જનકલ્યાણના પ્રશ્નો ઉભા કરવામાં કદી સંકોચ કર્યો નહીં. પીએમ મોદીએ કહ્યું કે ઠાકરેને હંમેશાં ભારતીય નૈતિકતા અને મૂલ્યો પર ગર્વ રહ્યો છે અને તે લાખો લોકો માટે પ્રેરણારૂપ રહેશે.

https://twitter.com/narendramodi/status/1220177983740219392?s=20

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ બાલ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વીટ કર્યું, 'બાલાસાહેબ ઠાકરે દેશના એવા નેતાઓમાં હતા, જેમને પદના કારણે નહીં પણ કદના કારણે લોકો વચ્ચે માનવામાં આવતા હતા. તેની નિર્ભયતા અને નિખાલસતાના લોકો કાયલ હતા. તેમને જાહેર પ્રશ્નોની ખૂબ સમજ હતી, જેને તેઓ હંમેશા ઉઠાવતા. બાલાસાહેબને તેમની જન્મજયંતિ પર મારી આત્માપૂર્ણ શ્રદ્ધાંજલિ!

https://twitter.com/rajnathsingh/status/1220194576117334017?s=20

શિવસેનાએ તાજેતરમાં

જ મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી, ભાજપ સાથે દાયકાઓ જૂનું જોડાણ તોડ્યું હતું.

Next Story