Connect Gujarat

મહારાષ્ટ્ર : શિવસેનાને કેવું લાગશે? પવારે કહ્યું સરકાર બનવામાં હજુ વાર લાગશે

મહારાષ્ટ્ર : શિવસેનાને કેવું લાગશે? પવારે કહ્યું સરકાર બનવામાં હજુ વાર લાગશે
X

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને લાંબી ખેંચતાણ બાદ રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ શાસન લાદ્યા બાદ એક તરફ બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિ દિવસ પર શિવસેના દ્વારા સરકાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ, નવી સરકારના નિર્માણમાં મહત્વપૂર્ણ માનવામાં આવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) તરફ થી પણ નિવેદન આવ્યું છે.

સમાચાર એજન્સી અનુસાર એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે હજુ વધુ સમય લાગશે. પવાર શુક્રવારે નાગપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતનાં ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

તેમણે વચગાળાની ચૂંટણીઓની શક્યતાને નકારી કાઢતાં કહ્યું હતું કે સરકાર બનાવવામાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ રાજ્યમાં 5 વર્ષ માટે કાયમી સરકારની રચના કરવામાં આવશે. પવારનું આ નિવેદન સરકારની રચના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની તેમની બેઠક પૂર્વે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં સરકારની

રચનાના મુદ્દે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી

દિલ્હીમાં મળવાના છે. મળતી માહિતી મુજબ શરદ પવાર 17 કે 18 નવેમ્બરના રોજ સોનિયા

ગાંધીને મળવા માટે દિલ્હી જવાના છે. આવી સ્થિતિમાં, જ્યારે

ત્રણેય પક્ષો વચ્ચે સરકારની રચના પહેલા તૈયાર કરવામાં આવેલ કોમન મિનિમમ

પ્રોગ્રામને હજુ સુધી ટોચનાં નેતાઓ દ્વારા મંજૂરી મળી

નથી , ત્યારે બાલાસાહેબ ઠાકરેના સ્મૃતિ દિવસે સરકાર રચવાની

સંભાવનાઓ ના બરાબર જોવાઈ રહી છે.

Next Story
Share it