Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : પાલઘરમાં 3 વ્યક્તિઓ પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે 110 લોકોની કરી ધરપકડ, બે પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

મહારાષ્ટ્ર : પાલઘરમાં 3 વ્યક્તિઓ પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે 110 લોકોની કરી ધરપકડ, બે પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ
X

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે સોમવારે સવારે

અમિત શાહ જી સાથે પાલઘરની ઘટના અંગે વાત કરી હતી અને આ કેસમાં લેવામાં આવેલી

કાર્યવાહીની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં

આવ્યા છે. આ કેસની તપાસ માટે એડીજી સીઆઈડી ક્રાઇમ અતુલચંદ્ર કુલકર્ણીની નિમણૂક

કરવામાં આવી છે. પાંચ મુખ્ય આરોપી સહિત 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર

ઘટનામાં કશું સાંપ્રદાયિક નથી. જો આ પ્રકારની ઘટના ચાલુ રહે છે, તો અમે કડક પગલા લઈશું, તે જરૂરી છે કે આવી ઘટના ફરીથી ન બને.

નોંધનીય છે કે

ગૃહમંત્રાલયે મહારાષ્ટ્રના પાલઘરમાં 17 એપ્રિલના રોજ ચોરીની આશંકાએ ગામના ત્રણ લોકોને માર મારવાની ઘટના સંદર્ભે

મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.તમને જણાવી દઈએ કે કાસાના પાલઘરના એસપી ગૌરવસિંહે પોલીસ

સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 110 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જેમાંથી 101 લોકો ને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.અને અન્ય 9 સગીર કિશોરોને આશ્રયસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.

17 એપ્રિલના રોજ, મુંબઇના પાલઘરના ગડચિંચલ ગામમાં ચોરીની શંકાના આધારે 110 લોકોએ ત્રણ લોકોને માર માર્યો હતો. કલેક્ટર કૈલાસ શિંદેના જણાવ્યા અનુસાર, ત્રણેય લોકોનું મોત હોસ્પિટલમાં થયું હતું. આ પછી, આશરે 110 જેટલા ગ્રામજનોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, આ ત્રણેય લોકો કોઈના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે મુંબઇથી સુરત જવા નીકળ્યા હતા, અચાનક જ 100 લોકોની ભીડ પાલઘર નજીક આવતાની સાથે જ તેમના પર તૂટી પડી હતી.

Next Story