મહારાષ્ટ્રમાં થોડા સમય પછી BMCની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા BMC કમિશનર દ્વારા બીએમસી બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઈને અટકાવી દેવામાં આવી છે. કોઈપણ ચર્ચા વિના 650 કરોડની વધારાની જોગવાઈ કરવા પર ભાજપે આકરા સવાલો ઉઠાવ્યા હતા, જેને ધ્યાનમાં લઈને BMC કમિશનરે હવે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે.
હાલમાં જ ભાજપ નેતા પ્રભાકર શિંદેએ બીએમસી કમિશનરને પત્ર લખીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપે તાજેતરમાં BMCના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા પસાર કરવામાં આવેલી વધારાની રૂપિયા 650 કરોડની જોગવાઈઓ પર આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપના નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે, બજેટ પછી રૂપિયા 650 કરોડની વધારાની જોગવાઈની શું જરૂર છે?, જ્યારે વોર્ડની રચના નવી થશે અને નવા કાઉન્સિલરો ટૂંક સમયમાં ચૂંટાશે, ત્યારે નાણાં કેવી રીતે અને ક્યારે ખર્ચવા તે નવા ગૃહનો અધિકાર રહેશે. આ સંબંધમાં ભાજપ નેતા પ્રભાકર શિંદેએ ગયા મહિને પત્ર લખીને BMC કમિશનરને આ નિર્ણય રોકવા માટે કહ્યું હતું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કરતાં શિંદેએ કહ્યું હતું કે, “શું કોઈને બચાવવા માટે આ વધારાની જોગવાઈને રદ્દ કરવાનો નિર્ણય છે”?, ત્યારે વર્ષ 2022-23 માટે BMC બજેટ ગયા મહિનાની 3 તારીખે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વધારાની જોગવાઈ કમિટી લેવલે જ પસાર કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટિ વતી જણાવાયું હતું. તમને જણાવી દઈએ કે, આ વર્ષે BMC ચૂંટણી થવાની બાકી છે. BMC હાઉસ 7મી માર્ચે ડીઝોલ્વ થઈ જવાની અપેક્ષા છે. હાલમાં BMCની નવી વોર્ડ રચના પણ લાગુ કરવામાં આવી નથી. શિંદેએ બજેટમાં વધારાની જોગવાઈ પર સવાલ ઉઠાવ્યો હતો કે “BMC કયું તાકીદનું કામ કરવા માંગે છે, જેના માટે 650 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે અને કોઈપણ ચર્ચા વિના પસાર થઈ રહી છે.
