Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : સેક્યુલર પર ભડક્યા ઠાકરે!, શપથ બાદ કેબિનેટ મિટિંગમાં લીધા મહત્વના નિર્ણય

મહારાષ્ટ્ર : સેક્યુલર પર ભડક્યા ઠાકરે!, શપથ બાદ કેબિનેટ મિટિંગમાં લીધા મહત્વના નિર્ણય
X

મહારાષ્ટ્રના18માં મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરે આજેમુખ્યમંત્રી કાર્યાલય જશે, અને પોતાનોચાર્જ સંભાળશે. ગઈકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શપથલેવડાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 6 નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ થયાના થોડાક જકલાક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમનામંત્રીમંડળની પહેલી બેઠક યોજી હતી.બેઠકમાં મહત્વની બાબતો અને વિકાસ કાર્યોને લઈને ચર્ચા થઈ હતી.આ બેઠકની પ્રથમ અને સૌથી મોટી જાહેરાત છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરવામાં આવીહતી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે શિવાજીની રાજધાની રાયગડકિલ્લાનેપુનરજીવિત કરવાવેગ આપવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું કે આ પ્રોજેક્ટ માટે રૂ .20 કરોડનું બજેટ પણમંજૂરકરવામાં આવ્યું છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવ પાસે ખેડૂતોની સુખાકારી માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી માંગી હતી. બેઠકમાં મુખ્યમંત્રીની સાથે શપથ લેનારા6 પ્રધાનો સાથે એનસીપીના નેતા અજિત પવાર અને આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ કોમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દ વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે ઉદ્ધવઠાકરે નારાજ થયા હતા.

Next Story