Connect Gujarat
Featured

મહીસાગર: ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશી

મહીસાગર: ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશી
X

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલ અનાજના ગોડાઉનમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોના ટોળેટોળા ઉમટયા હતા.

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે ત્યારે સંતરામપુર અને કડાણા તાલુકાના ખેડૂતો ખેતરમાં પકવેલ ડાંગર લઈને સંતરામપુર અનાજ ગોડાઉનમાં ટ્રેકટરો ભરીને પહોચ્યા હતા.

આ અંગે ગોડાઉન મેનેજર કે. આર. ભગોરાએ જણાવ્યું હતું કે સંતરામપુર તાલુકાના ખેડૂતો થઈને કુલ 710 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે જેમાં આજ દિવસ સુધી 427 જેટલા ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદી સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી કરવામાં આવી છે જ્યારે કડાણા તાલુકામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોનો આંકડો છે 244 અને 127 ખેડૂતો પાસેથી ખરીદેલી ડાંગરનો જથ્થો 22002 બેગ છે સંતરામપુર અને કડાણા તાલુકાના મળીને ખેડૂતોના ડાંગરની રકમ 6.27 કરોડ રૂપિયા થાય છે. તંત્ર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Next Story