Connect Gujarat
ગુજરાત

મહીસાગર : ભગવા રંગથી સરકારી શાળાના બાળકો રંગાયા

મહીસાગર : ભગવા રંગથી સરકારી શાળાના બાળકો રંગાયા
X

ગુજરાત રાજ્યમાં એક સરકારી શાળાના બાળકો પણ અછૂતા રહ્યા નથી અને આજે આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ-બાળકોનો ગણવેશ પણ ભગવારંગથી રંગી નાખવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લાની એક શાળામાં અભ્યાસ કરતા બાળકોનો ગણવેશ પહેલા વાદળી રંગનો હતો જે શાળાના વ્યવસ્થાપન સમિતિ અને શાળાના આચાર્યએ બદલીને ભગવા એટલે કે કેસરી રંગનો કરી નાખ્યો છે. શાળાના આચાર્યને પૂછતાં તેઓએ જણાવ્યુ હતું કે, ગણવેશ બદલવાનું મુખ્ય કારણ બાળકોની સુરક્ષા હતી કારણ કે, આ ડીટવાસ સરકારી પ્રાથમિક શાળા બે મકાનો વિભાજીત છે. શાળાના બે બહુમાળી બિલ્ડીંગ વચ્ચે થઈને રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે) પસાર થાય છે અને શાળામાં અભ્યાસ કરી રહેલ 359 બાળકો એક બિલ્ડીંગમાંથી વારંવાર આવાજાહી કરતા હોય છે અને શાળામાં રિશેષ દરમિયાન, શાળાએ આવતા જતા વખતે રસ્તા ઉપર આવું જવું પડતું હોય છે તેવામાં પહેલાંનો જે ડ્રેસકોડ વાદળી રંગમાં હતો તે દૂરથી આવનાર વાહનચાલકોને રોડ ક્રોસ કરતા બાળકો દેખાય શકતા ન હતા અને અકસ્માતની સંભાવના બની રહી હતી. જેથી કરીને શાળા ના બાળકોનો આ ડ્રેસ ભગવા કેસરી ડાર્ક રંગનો કરવામાં આવ્યો હોઇ જેથી દૂરથી આવનાર વાહનચાલકને આસાનીથી દેખી શકાય કે બાળકો રોડ ક્રોસ કરી રહ્યા છે અને વાહન ધીમું કરી દેશે જેથી અકસ્માતની સંભાવના નથી રહેતી. જો કે ભગવો કેસરી રંગ એ હાલના સમયમાં કટ્ટર ધાર્મિક રંગ બની ગયો છે ત્યારે એક મુસ્લિમ આચાર્ય દ્વારા માત્ર શિક્ષણ અને વ્યવસ્થા પૂરતું જ ન વિચારી બાળકોની સુરક્ષા પ્રત્યે ગહન અધ્યયન કરી આ ડ્રેસનો રંગ ભગવો પસંદ કર્યો એ ખરેખર બિરદાવવા લાયક અને સકારાત્મક નિર્ણય છે અને બધા બાળકોને પણ આ રંગ ખૂબ જ પસંદ આવ્યો છે ત્યારે ભગવા રંગને માત્ર તુસ્તિકરણનો રંગ ન સમજી સાવચેતી અને સુરક્ષાની નજરે પણ જોવો જોઈએ

Next Story