Connect Gujarat
ગુજરાત

મહીસાગરના લુણાવાડા બસ સ્ટેશનમાં જ ગંદકીના ઢગ ખડકાતાં લોકોમાં રોષ

મહીસાગરના લુણાવાડા બસ સ્ટેશનમાં જ ગંદકીના ઢગ ખડકાતાં લોકોમાં રોષ
X

મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે તાલુકાનું સૌથી મોટું બસ સ્ટેશન આવેલ છે અને આ બસ સ્ટેશનમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરવા માટે આવતા જતા હોય છે જ્યારે આ બસ સ્ટેશનમાં જ ગંદા પાણીના ખાબોચિયા અને કાદવ કીચડ તેમજ કચરાના ઢગલાઓની ભરમાર જોવા મળે છે.

આ બસ સ્ટેશનમાંથી દરરોજ મુસાફરો મુસાફરી કરવા માટે આવતા હોય તે મુસાફરોમાં રોગચાળાનો ભોગ બનવાની શકયતાઓ રહેલી છે. સરકાર સ્વચ્છતા માટે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવા છતાં લુણાવાડા એસ.ટી.તંત્ર દ્વારા આ ગંદકી દૂર કરાવવા માટે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા જ નથી. મુસાફરોને ના છુટકે ફરજિયાત આવી ગંદકીમાં રહી મુસાફરી કરવાની ફરજ પડે છે.એ.ટી.તંત્ર દ્વારા તાકીદે આ સાફ સફાઈ કરી બસ સ્ટેશનમાં રહેલી ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ એસ.ટી.માં મુસાફરી કરતા મુસાફરોએ કરી છે.

Next Story