Connect Gujarat
દુનિયા

આવકવેરામાં મોટો ફેરફાર,બજેટનાં લેખાજોખા| જુઓ વિસ્તારથી "BUDGET" 2020

આવકવેરામાં મોટો ફેરફાર,બજેટનાં લેખાજોખા| જુઓ વિસ્તારથી BUDGET 2020
X

નાણાં પ્રધાન નિર્મલા સીતરમને મોદી

સરકારના બીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ-સમયનું બજેટ ગૃહ સમક્ષ રજૂ કર્યું. નાણાં

પ્રધાન નિર્મલા સીતરમને અત્યાર સુધીના સૌથી મોટા બજેટ ભાષણ આપ્યુ હતું. નિર્મલા

સીતારમણનું ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થયું હતું, જે 2 કલાક અને 41 મિનિટ સુધી ચાલ્યું હતું. આ પહેલા 2003માં જસવંતસિંહે 2 કલાક 13 મિનિટનું ભાષણ આપ્યું હતું. નાણામંત્રીએ ખેડૂતનીતિ, નવી શિક્ષા નીતિ, બેંકિંગ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઇનફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને અર્થવ્યવસ્થા તેમજ પર્યાવરણ ક્ષેત્રે મહત્વની જાહેરાતો કરી

હતી. નાણામંત્રીએ જણાવ્યુ હતું બજેટને ગામ, ગરીબ અને ખેડૂતને

ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું હતું

બજેટ ભાષણ દરમિયાન નાણાં પ્રધાન

નિર્મલા સીતરમને એક કવિતા સાથે સરખાવી નરેન્દ્ર મોદી સરકારના કાર્યો ગણાવ્યા હતા, જેના કારણે હંગામો થયો હતો. જેમ જેમ નિર્મલાએ કવિતાની પંક્તિઓ વાંચવાનું

ચાલુ રાખ્યું, તેમ તેમ વિરોધના અવાજો જોરથી વધવા લાગ્યા. વિપક્ષ લાલ

થઈ ગયો અને ગૃહમાં હંગામો થવા લાગ્યો. આ કવિતા તમિળનાડુના કવિ તિરુવલ્લુવરની હતી, જેમાં સમૃદ્ધ દેશની લાક્ષણિકતાઓ શું છે તે બતાવાઈ હતી. કવિતાનો પાઠ કર્યા

પછી, નિર્મલાએ દાવો કર્યો હતો કે કવિતામાં જણાવેલ તમામ

ગુણો નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં દેશમાં આવ્યા છે.

કાવ્યનો અર્થ શું હતો ..?

સીતારામને સૌ પ્રથમ તામિલમાં કવિતા

વાંચી. પછી અર્થ સમજાવતાં તેમણે કહ્યું કે કવિ તિરુવલ્લુવર કહે છે કે સારા દેશમાં

પાંચ વસ્તુઓ હોય છે. પ્રથમ,કે

ત્યાં કોઈ બીમારીઓ ન હોય, પૈસા હોય, સારી ખેતી હોય, ખુશહાલી અને સ્થળ સલામત હોય. ત્યારબાદ મોદી સરકારની તુલના કરતા તેમણે મોદી

સરકારની યોજનાઓના નામ આપ્યા અને કહ્યું કે દેશ તેમનાથી સમૃદ્ધ થયો છે.

સૌ પ્રથમ વાત કરીએ સરકારે મધ્યમ વર્ગના

લોકો માટે આવકવેરામાં કરેલા ફેરફાર વિશે. નાણામંત્રીએ નિર્મલા સિતારમને 2020નું

સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે બજેટ 2020માં ટેક્સ સ્લેબમાં મોટો

ફેરફાર કર્યો છે અને કેટલાક નવા સ્લેબ રજૂ કર્યા છે. પરંતુ આ સાથે કેટલીક શરતો પણ લાદવામાં

આવી છે,

કેવી રીતે લોકોને આ પરિવર્તનનો લાભ

મળશે. અને ટેક્સ સ્લેબમાં શું બદલાવ આવ્યો છે? એના ઉપર નજર કરીએ

તો....

5% - 2.5 - 5 લાખની આવક પર.

10% - 5-7.5 લાખ આવક પર.

15% - 7.5 - 10 લાખની આવક પર.

20% - 10 - 12.5 લાખ કમાણી પર.

25% - 12.5 - 15 લાખની આવક પર.

30% - 15 લાખથી વધુની આવક પર.

નવા સ્લેબ લાગુ થયા બાદ કેવી રીતે નવી

છૂટ મળશે?

નાણાં પ્રધાને જાહેરાત કરી છે કે નવો

સ્લેબ લાગુ થશે, તે વૈકલ્પિક રહેશે. જો કોઈ કરદાતાએ આ

સુવિધાઓનો લાભ લેવો હશે, તો તેણે એ છૂટનો ત્યાગ કરવો પડશે, જે અત્યાર સુધી મળતી આવી છે. એટલે કે, જો તમારી પાસે વીમા, રોકાણ, મકાન ભાડુ, બાળકોની શાળા ફી

જેવા કુલ 70 મુદ્દાઓ છે, જેના આધારે મળતી છૂટને છોડી દેવી પડશે.

જૂના સ્લેબ પ્રમાણે ટેક્સ આપતી વખતે આ તમામ બાબતોની માહિતી પર ટેક્સમાંથી મુક્તિ

આપવામાં આવી હતી. જે છોડવા પર હવે પછીના નવા સ્લેબનો લાભ કરદાતા મેળવી શકશે.

આગળ વાત કરીએ બજેટ 2020માં જેને જગતનો

તાત કહેવામા આવે છે તેવા ખેડૂતને શું મળ્યું? આ બજેટમાં સૌથી વધુ

ફોકસ ખેડૂત પર રહ્યું છે.. બજેટમાં સૌથી વધુ આકર્ષવામાં આવતા હોય તો એ ખેડૂત છે.

ખેડૂતો માટે દરેક સરકાર લોભામણી જાહેરાતો કરતી હોય છે... નિર્મલા સિતારામને બજેટ

રજૂ કરતાં 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વધુ એક વખત દાવો કર્યો હતો. ખેડૂતો

અને મત્સ્ય પાલન, પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે

કરેલી નવી જાહેરાતો પર નજર કરીએ તો...

ખેડુતો માટે મોટી જાહેરાત કરતા નિર્મલા

સીતારામણે જણાવ્યું હતું કે અમારી સરકાર ખેડૂતો માટે 16 મુદ્દાની સૂત્ર જાહેર કરે

છે, જેનો લાભ ખેડુતોને મળશે.

1. રાજ્ય સરકારો દ્વારા આધુનિક કૃષિ

જમીન અધિનિયમનો અમલ.

2. 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે

એક મોટી યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડુતોને સિંચાઇ માટે પાણીની

મુશ્કેલીનો સામનો કરવો ન પડે. કૃષિ સિંચાઇ માટે 1.2 લાખ કરોડનું બજેટ મંજૂર કરાયું

છે

3. પીએમ કુસુમ યોજના લાગુ કરાશે જેમાં ખેડુતોના પમ્પ, સોલાર પમ્પ સાથે જોડવામાં આવશે. જેમાં 20 લાખ ખેડુતોને યોજના સાથે જોડાશે.

આ ઉપરાંત 15 લાખ ખેડુતોના ગ્રીડ પમ્પ પણ સોલાર સાથે જોડાશે.

4. દેશમાં વર્તમાન વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ તેના

નિયંત્રણમાં લેશે અને તેનો વિકાસ નવી રીતે કરવામાં આવશે. દેશમાં વધુ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. આ માટે પીપીપી મોડેલ અપનાવવામાં આવશે.

5. મહિલા ખેડુતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની ઘોષણા કરવામાં આવી, જે અંતર્ગત મહિલાઓને મુખ્યત્વે બીજ સંબંધિત યોજનાઓમાં જોડવામાં આવશે.

7. કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે.

આ યોજના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય રુટ પર શરૂ કરવામાં આવશે.

8. દૂધ, માંસ, માછલી સહિત નાશ

પામનાર વસ્તુઓ માટે કિસાન રેલ યોજનાઓ પણ ચલાવવામાં આવશે.

9. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક જીલ્લા એક પેદાશ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

10. ઓર્ગેનિક ખેતી દ્વારા ઓનલાઇન

માર્કેટમાં વધારો કરવામાં આવશે.

11. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2021

સુધી વધારવામાં આવશે.

12. દૂધના ઉત્પાદનને બમણું કરવા માટે

સરકાર દ્વારા યોજના ચલાવશે. 2025 સુધીમાં દૂધ ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્ય

13. મનરેગા યોજનામાં ગૌચર ઉમેરવામાં

આવશે.

14. બ્લુ ઇકોનોમી દ્વારા મત્સ્ય પાલનને

પ્રોત્સાહન આપવામાં આવશે. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન મળશે. સાગર મિત્ર યોજનાને

અમલમાં લાવવામાં આવશે.

ઉર્જા ક્ષેત્રમાં સરકાર નવી નીતિઓ અને

યોજનાઓ લઈને આવી હતી, વીજળી પ્રક્રિયાને પણ ડીઝીટાઈજેશન

કરવાના સંકલ્પ સાથે બજેટ રજૂ કર્યું હતું.

1. સરકાર ખેડૂતોની બિન ઉપજાઉ જમીનનો ઉપયોગ

સૌર ઉર્જા માટે કરશે.

2. ડીઝલ અને કેરોસીનથી ઉર્જા તરફ વળવાનું

સરકારનું લક્ષ્ય છે

3. અન્ન દાતા ને ઉર્જા દાતા બનાવવાનો

સરકારે સંકલ્પ કર્યો છે

4. 15 લાખ ખેડૂતો સુધી સૂર્ય ઉર્જા

પહોંચાડવામાં આવશે

5. વીજળીની વાત કરીએ તો 3 વર્ષમાં નવા

પ્રિપેડ મીટરો નાખવામાં આવશે અને જૂના મીટરો બદલી નાખવામાં આવશે

6. વીજળી સેક્ટર માટે 22 હજાર કરોડનું

બજેટ ફાળવવામાં આવ્યું છે, ગ્રાહક વીજ સપ્લાયરની જાતે જ પસંદગી

કરી શકશે

આરોગ્ય ક્ષેત્રમાં કરેલી જાહેરાતોની

વાત કરીએ તો...

1. PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે

2. આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ

ખોલવામાં આવશે

3. હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી

4. સ્વચ્છ ભાર માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી

5. આ સાથે જ સરકારે વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવાનો પ્રણ લીધો છે.

શિક્ષણ ક્ષેત્રમાં અગત્યની જાહેરાતો

નાણામંત્રી દ્વારા કરવામાં આવી હતી. જાહેરાત કરતાં નિર્મલા સિતારામને કહ્યું કે, 2030 સુધી ભારતમાં સૌથી

મોટી વર્કિંગ એજ પોપ્યુલેશન હશે. આપણે વધારે નોકરીઓની જરૂર છે. 2 લાખ સૂચનો અમારી પાસે આવ્યા છે. ટૂંક સમયમાં જ નવી શિક્ષણ નીતિ જાહેર

કરવામાં આવશે. પ્રતિભાશાળી શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે. 150 સંસ્થા ડિગ્રી-ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે. સરકાર એક પ્રોગ્રામ શરૂ

કરશે, જેમાં એન્જિનિયર્સને એક વર્ષ માટે ઈર્ન્ટનશીપનો મોકો

આપવામાં આવશે

01. હવે ઓનલાઇન ડિગ્રી કક્ષાના કાર્યક્રમો ચલાવવામાં આવશે.

02. ટૂંક સમયમાં સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે. જિલ્લાની હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ સ્થાપવાની યોજના પણ બનાવવામાં આવશે.

03. યુવાન ઇજનેરોને સ્થાનિક સંસ્થાઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશીપ સુવિધા આપવામાં આવશે.

04. સરકાર ઉચ્ચ શિક્ષણમાં સુધારણા માટે કામ કરી રહી છે, વિશ્વના વિદ્યાર્થીઓને ભારતમાં ભણવાની સુવિધા આપવામાં આવશે.

05. ભારતના વિદ્યાર્થીઓને એશિયા, આફ્રિકાના દેશોમાં પણ મોકલવામાં આવશે.

06. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય યુનિવર્સિટી ઓફ જ્યુડિશિયલ સાયન્સ બનાવવાનો પ્રસ્તાવ છે. ડોકટરો માટે પુલ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જેથી પ્રેક્ટિસ કરતા ડોકટરોને વ્યાવસાયિક વસ્તુઓ વિશે શીખવવામાં આવે.

દેશમાં માળખાગત સુવિધાને પ્રોત્સાહન

આપવા સરકાર ભારે રોકાણ કરશે. આ અંતર્ગત આધુનિક રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજિસ્ટિક સેન્ટરો બનાવવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને તેમના

સ્ટાર્ટઅપ્સમાં યુવાઓને ઉમેરવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે, ચેન્નાઈ-બેંગ્લોર એક્સપ્રેસ વે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

· 6000 કિ.મી. હાઈવે પર નજર રાખવામાં

આવશે, દેશમાં 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.

· 24000 કિ.મી. ટ્રેનને ઇલેક્ટ્રોનિક

બનાવવામાં આવશે. તેજસ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે, જે પર્યટક સ્થળો માટે વિકસાવશે.

· મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું

કામ ઝડપી કરવામાં આવશે.

· જળ વિકાસ માર્ગનો વિસ્તાર કરવામાં આવશે, આસામ સુધી આ માર્ગને વિસ્તૃત કરવાની યોજના છે.

· 1.70 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટમાં

રોકવામાં આવશે.

નિર્મલા સીતારમને પોતાના બજેટ ભાષણમાં

જાહેરાત કરી હતી કે ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ બનાવાશે જેના દ્વારા રોકાણકારોને

મદદ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ઉદ્યોગ માટે સરકાર દ્વારા નવી યોજનાની

જાહેરાત કરવામાં આવી છે. આમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક જિલ્લામાં નિકાસ કેન્દ્ર બનાવવા

માટેની યોજના શરૂ કરવામાં આવશે. આ માટે લોકોને નિર્વિક યોજના હેઠળ લોન આપવામાં

આવશે. આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડનું રોકાણ કરવાનું લક્ષ્યાંક છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના

બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ઐતિહાસિક વારસા માટે 3000 કરોડનું પેકેજ આપવામાં

આવશે. તેમજ દેશના 5 ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોને પર્યટન તરીકે વિકસાવવામાં આવશે.

આ સ્થળોમાં ગુજરાતના અમદાવાદ નજીક આવેલા ધોળાવીરાનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતના

ધોળાવીરા, તામિલનાડુના અદિંચલલુર તેમજ રાખિઘાડી, મેરઠ જિલ્લાના હસ્તિનાપુર, અને શિવસાગરમાં આઇકોનિક સંગ્રહાલયો

બનાવવામાં આવશે. ઈન્ડિયન

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર બનાવવાનો પ્રસ્તાવ રાખવામા આવ્યો છે.

આ સાથે જ સરકારે PPP મોડલ હેઠળ 5 સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. આ અગાઉ પણ

સરકારે 100 સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી હતી અને બજેટ ફળવ્યું હતું. જો કે, ત્યાર બાદ 100 સ્માર્ટ સિટીનું શું થયું કદાચ કોઈને ખબર નહીં હોય... સરકારે

કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચી કેન્દ્રશાસિત પ્રદેશ

બનાવ્યા હતા. જેના માટે કશ્મીર અને લદ્દાખના વિકાસ માટે અલગથી બજેટ ફળવ્યું હતું.

જમ્મુ-કાશ્મીર માટે 30,757 કરોડ અને લદ્દાખ માટે 5,958 કરોડની ફાળવણી... તેમજ સરકારે IDBI અને LIC માથી પોતાની હિસ્સેદારી વેચવાની પણ જાહેરાત કરી હતી.

Next Story