Connect Gujarat
ગુજરાત

''નાલાયક પોલીસ વાળાઓને સબક શીખવાડવો પડશે"- સાંસદ મનસુખ વસાવા

નાલાયક પોલીસ વાળાઓને સબક શીખવાડવો પડશે- સાંસદ મનસુખ વસાવા
X

રાજપીપળા ખાતે આંગણવાડી વિભાગ અને યુનીસેફ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વરસી પડ્યા

નર્મદા દિલ્લામાં યોજાયેલા પોષણ માસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકારમાં ચાલતી ગેરરીતિઓ અંગે જાહેરમાં ફટકાબાજી કરી હતી. રાજ્ય સરકારનાં આંગણવાડી વિભાગ અને યુનીસેફ તરફથી આ કાર્યક્રમનું આયોજન થયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર હતી. સાંસદ મનસુખ વસાવાએ આ તબક્કે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આંગણવાડીની કાર્યકરો જે કુપોષણ દૂર કરવા સતત મહેનત કરે છે. તે બહેનોને ઓછો પગાર મળે છે. તેઓનું આ પ્રકારે શોષણ થાય છે. આપણે પોષણની વાતો કરીએ છીએ. અહિં તેમનું શોષણ થાય છે.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ કે, કુપોષણ દુર કરવા માટે શાળામાં મધ્યાહન ભોજન મહતવની ભુમિકા ભજવે છે. મધ્યાહન ભોજનવાળા પણ જાણે છે કે, તેમને સરકાર દ્વારા સડેલુ અનાજ આપવામાં આવે છે. અને ઉપર બેઠેલા કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટ અને નાલાયક લોકો અનાજ મોકલતા નથી. અનાજ પણ સમયસર આવતુ નથી. આદિવાસી બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા અને આદિવાસીઓના હિત માટે બધાએ બોલવુ પડશે. આદિવાસી નેતાઓ કાંઇ જ બોલતા નથી. તો તમે કેવી રીતે પોતાને આદિવાસી નેતા તરીકે ઓળખાવો છો? તેવી તીખી ટકોર પણ કરી હતી.

દારૂબંધી અને વ્યસન બાબતે પણ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, કેમિકલ વાળો દારૂ પીને કેટલીયે આદિવાસી બહેનો વિધવા થઇ છે. મેં જ્યારે જ્યારે આ અંગે રજુઆતો કરી છે ત્યારે ત્ચારે આ પોલીસ જ ગામડાઓમાં જઈને કહે છે કે મનસુખાભાઇએ ફરિયાદ કરી છે એટલે આવ્યા છે. આવા નાલાયક પોલીસ વાળાઓને આપણે સબક શીખવાડવો પડશે. આદિવાસી મહિલાઓ હવે ખાખરાની બીડીઓ છોડીને ગુટખા ખાતી થઇ ગઈ છે. તો શાળાઓમાં પણ બાળકો ગુટખા ખાતા થઈ ગયા છે.

Next Story
Share it