Connect Gujarat
Featured

વિશ્વમાં હવે છે વાસ્તવિક મેરી-ગોલ્ડ હોટલ વિયેતનામમાં, વાંચો શું ખૂબી

વિશ્વમાં હવે છે વાસ્તવિક મેરી-ગોલ્ડ હોટલ વિયેતનામમાં, વાંચો શું ખૂબી
X

વિશ્વની પ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલે આજે વિયેટનામમાં તેના દરવાજા ખોલ્યા છે. આ હોટલમાં ગેટથી માંડીને પ્લેટ અને કપ સુધી બધું જ સોનાનું બનેલું છે. આ 25 માળની ફાઈસ્ટાર હોટલમાં 400 રૂમ છે. હોટલની બહારની દીવાલો પર લગભગ 54 હજાર ચોરસફૂટ ગોલ્ડ પ્લેટેડ ટાઈલ્સ લગાવાઈ છે. ડબલ બેડરૂમના સ્યૂટનું એક રાતનું ભાડું લગભગ રૂ.75 હજાર અને બીજા રૂમનું ભાડું લગભગ રૂ.20 હજાર છે.

હોટલ સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ-ગોલ્ડન રખાયો છે. લોબીમાં ફર્નિચર અને સજાવટમાં પણ સોનાની કારીગરી કરાઈ છે. જેથી આખી હોટલમાં એક સમાન દેખાય. વોશરૂમમાં બાથટબ, સિંક, શાવરથી માંડીને તમામ એસેસરી પણ ગોલ્ડ પ્લેટેડ રખાઈ છે.

Next Story