Connect Gujarat
ગુજરાત

મોડાસામાં સામુહિક દુષ્કર્મ કેસ : ભરૂચ અને આમોદમાં વિરોધ પ્રદર્શન

મોડાસામાં સામુહિક દુષ્કર્મ કેસ : ભરૂચ અને આમોદમાં વિરોધ પ્રદર્શન
X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં યુવતી સાથે બનેલી સામુહિક

દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ ભલે ઝડપાય ગયાં હોય પણ ઘટનાનો વિરોધ હજી ચાલુ રહયો છે.

ભરૂચ શહેરમાં એનએસયુઆઇના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ

જે.પી.કોલેજના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓ સામે કડક

કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે મૃતક યુવતીને શ્રધ્ધાજલિ પણ અર્પણ કરી હતી.

એનએસયુઆઇના પ્રમુખ યોગી પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં

જોડાયાં હતાં.

આમોદમાં તમામ સમાજના આગેવાનોએ નગરપાલિકા કચેરી પાસેથી ડૉ.

બાબાસાહેબ આંબેડકરની પ઼તિમા સુધી રેલી યોજી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક

મૃતક યુવતીના પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કરાયાં હતાં. ત્યાર

બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. આ પ્રસંગે

પ્રભુદાસ મકવાણા. કમલેશ વકીલ, કેતન મકવાણા,મહેબુબ કાકુજી, મોહસીન શેઠ સાજુ રાણા અને સલીમ રાણા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Next Story