સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલ કાજલને ભરૂચમાં અપાઇ સામુહિક શ્રદ્ધાંજલિ

0

અરવલ્લીના મોડાસા તાલુકાના સાયરા ગામે ધોળા દહાડે યુવતિનું અપહરણ કરી તેની સાથે સામુહિક દુષ્કર્મ કરી નિર્મમતાપૂર્વક ગળે ફાંસો આપી હત્યા કરવાના બનાવ સામે વિરોધી પડઘા હજી શમ્યા નથી. ભરૂચમાં શુક્રવારની સાંજે દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલ કાજલને સામુહિક શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ભરૂચના દલિત સમાજ સહિતના લોકોએ સ્ટેશન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ કાજલને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં દલિત આગેવાન અને એડવોકેટ રાજેન્દ્ર સુતરીયા, કનુભાઇ પરમાર, ધર્મેશ સોલંકી, નંદેલાવના સરપંચ રતિલાલ ચૌહાણ, કિરણ સોલંકી, વણકર સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ, પૂર્વપ્રમુખ કાંતિભાઇ પરમાર, એડવોકેટ પ્રકાશ મોદી સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો જોડાયા હતા. જેમણે હાથમાં મીણબત્તી લઈ સ્ટેશન સર્કલ ખાતે કેન્ડલ માર્ચ કરી કાજલને ન્યાય આપવાની માંગ ઉઠાવી હતી. એડવોકેટ રાજેન્દ્ર સુતરીયાએ ચકચારી બનાવને વખોડી નાંખી ગુજરાતની દીકરી કાજલને ન્યાય આપવા નરાધમોને ફાંસી અને ફરજ સાથે દ્રોહ કરનાર પોલીસ અધિકારીઓને બરતરફ કરી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here