Connect Gujarat
ગુજરાત

મેઘરજમાં બળદગાડા પર પાણી લઇ જવા મજબુર બન્યા ગ્રામજનો

મેઘરજમાં બળદગાડા પર પાણી લઇ જવા મજબુર બન્યા ગ્રામજનો
X

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં હજુ પણ પીવાના પાણીની સમસ્યાઓ હોવાના દ્ર્શ્યો જોવા મળ્યા. લોકોને બે થી ત્રણ કિલો મિટર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હાલ પાણ લોકો પાણી માટે રઝડપાટ કરતા હોય તેવું લાગી રહ્યું છે. મેઘરજ તાલુકાના કુણોલ સહિતના વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોએ એક થી બે કિલો મીટર સુધી રઝડપાટ કરવાનો વારો આવ્યો છે. કુણોલ નજીક લાલપુર, નવાઘરો, તેમજ રાજગોર ગામોમાં પીવાના પાણી માટે લોકોને હાલાકીઓ પડી રહી છે. ગામમાં પીવાના પાણીની ડંકીઓ તો છે પણ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. એસ.કે.ટૂ યોજના અંતર્ગત પાણી માટેનો મોટો સોર્સ છે, પણ ત્યાં પણ પાણી નથી આવતું.

જે લોકો પાસે વાહન છે, તેઓ વાહન લઇને પાણી ભરવા માટે જાય છે. તો કેટલાક લોકો બળદગાડા લઇને પાણી ભરવા માટે રોડ પર જતાં નજરે પડી રહ્યા છે. તંત્રએ પીવાના પાણીની સમસ્ય ન હોવાના દાવાઓ તો કર્યા છે. પણ આ દાવાઓ જમીની હકીકત જોતા પોકળ સાહિત થતાં હોય તેવું લાગી રહ્યું છે.

Next Story