Connect Gujarat
Featured

મહેસાણા : એક મહિનાની માસુમ બાળકીની ગળુ દબાવી હત્યા, જુઓ કોણે છે હત્યારા ?

મહેસાણા : એક મહિનાની માસુમ બાળકીની ગળુ દબાવી હત્યા, જુઓ કોણે છે હત્યારા ?
X

વડોદરામાં સોની પરિવારના દાદાએ પોતાના પૌત્રને ઝેર પીવડાવી હત્યા કર્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં મહેસાણાના કડીમાં કાળજા કંપાવી દેનારી કરૂણાંતિકા સામે આવી છે.

મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદે સૌના રૂંવાટા ઉભા કરી દીધી છે. જેમાં માતા-પિતા અને દાદા-દાદી સામે જ એક મહિનાની બાળકીની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ સુત્રિય માહિતી અનુસાર કડીના કરણનગર રોડ પર રાજભૂમિ ફલેટ આવેલો છે. જેના ફલેટ નંબર -412માં હાર્દિક પટેલ તેમના પત્ની રીના પટેલ, પિતા ઉપેન્દ્ર અને માતા નીતાબેન સાથે રહેતાં હતાં. હાર્દિક અને રીનાને લગ્નજીવન દરમિયાન પુત્રી કેયાનો જન્મ થયો હતો. કેયાની ઉમંર ચાર વર્ષની થતાં પટેલ પરિવારને ત્યાં ફરી પારણું બંધાયું હતું અને ફરી લક્ષ્મીજીનું અવતરણ થયું હતું. નવી દીકરીનું નામ મિષ્ટી રાખવામાં આવ્યું હતું. કેયા અને મિષ્ટી જીવનની દોર આગળ ધપાવે તે પહેલાં કુદરતને કઇ અલગ જ મંજુર હતું. મિષ્ટી એક મહિનાની થતાંની સાથે તેનું ગળું દબાવી હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા કરનારા કોઇ નહિ પણ તેના માતા-પિતા અને દાદા-દાદી જ હોવાનું કહેવાય રહયું છે. માસુમ મિષ્ટી હજી સમજણી થાય તે પહેલાં તેને યમસદન પહોંચાડી દેવામાં આવી હતી. કદાચ પુત્રી પછી પુત્ર ઇચ્છતા મા-બાપ અને દાદા-દાદીને મિષ્ટીનો જન્મ પસંદ ન આવ્યો હોય અને તે પાપા પગલી માંડે તે પહેલાં કાયમી નિંદ્રામાં પોઢાવી દીધી હોય.. માસુમની હત્યા પાછળ અનેક શકયતાઓ રહેલી છે પણ હત્યા બાદથી આખો પટેલ પરિવાર ઘરને તાળુ મારી ફરાર થઇ ગયો છે. એક વર્ષ બાદ મિષ્ટીની હત્યાની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં વડોદરાના સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો તેમાં ચાર વર્ષીય પૌત્રને પોતાના દાદાએ જ ડ્રોપરથી જંતુનાશક દવા પીવડાવી દીધી હતી હવે માવતરના હાથ પર વ્હાલસોયા સંતાનોની હત્યા કરતાં ધ્રુજતા નથી. કડીમાં બનેલી ઘટના સંદર્ભમાં ડીવાયએસપીએ જાતે ફરિયાદી બની માતા-પિતા અને દાદા-દાદીને આરોપી બનાવી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.....

Next Story