Connect Gujarat
Featured

મહેસાણા : બહુચરાજીમાં કોંગ્રેસીઓ અંદરો અંદર લડયાં, ધારાસભ્ય ભરત ઠાકોર પર હુમલો

મહેસાણા : બહુચરાજીમાં કોંગ્રેસીઓ અંદરો અંદર લડયાં, ધારાસભ્ય ભરત ઠાકોર પર હુમલો
X

ગુજરાતમાં સ્વાયત સંસ્થાઓની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં ડખો જોવા મળી રહયો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ગીતા દેસાઇ અને અશોક પટેલના મેન્ડેટ બાબતે કોંગ્રેસના બે જુથ અંદરોઅંદર બાખડી પડયાં હતાં. જેમાં ધારાસભ્ય પર હુમલો કરી કાર્યકરોએ પોતાના લક્ષણો બતાવ્યાં હતાં…

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં ડખો થયો હતો. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં પાર્ટીના કાર્યકરોએ પાર્ટીના ધારાસભ્ય ભરત ઠાકોર પર હુમલો કર્યો હતો. મેન્ડેટ ફાડી નાખવા બાબતે કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષના જુથ અને બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરના જુથ વચ્ચે મામલો બિચકયો હતો. ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ બાબતે માથાકુટ થઇ હતી. આ મારામારીના વિડીયો પણ સામે આવ્યાં છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ જીતવા માટે પક્ષના આગેવાનો અને કાર્યકરો વચ્ચે એકતા હોવી જરૂરી છે ત્યાં બહુચરાજીમાં વિપરીત જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હાલ તો ધારાસભ્ય પર હુમલાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Next Story