Connect Gujarat
Featured

મહેસાણા: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો અનોખો પ્રચાર,જુઓ શું અપનાવી રીત

મહેસાણા: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો અનોખો પ્રચાર,જુઓ શું અપનાવી રીત
X

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલમાં તમામ પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા નાગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર -૧૧ના ભાજપ ઉમેદવારો દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન થાયએ માટે પ્રચારની અનોખી રીત અપનાવવામાં આવી છે.

આમ તો સામાન્ય રીતે લોકો પોતાના લગ્ન પ્રસંગે જ મોંઘી કારને પ્રન્ટિંગ કરાવતા હોય છે પરંતુ હાલમાં મહેસાણા શહેરમાં ચૂંટણીને માં પણ હવે રાજકીય પક્ષો દ્વારા મોંઘી કારમાં પોતાના પક્ષના સિમ્બોલ અને સ્લોગન લખાવી પ્રચારની તૈયારીઓ કરી રહ્યા છે મહેસાણા શહેરના વોર્ડ નંબર 11ના ભાજપની પેનલના ઉમેદવાર દ્વારા 50 જેટલા કાર્યકરોની 25 જેટલી ગાડીઓ પર ભાજપનો લોગો અને સ્લોગન લખવામાં આવ્યા છે અને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારમાં શોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય અને અનોખી રીતે પ્રચાર કરી શકાય એ હેતુથી ઉમેદવારો દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સાથે જ આજના ડિજિટલ યુગમાં ચિત્રકારોનો વ્યવસાય પડી ભાંગ્યો છે ત્યારે તેઓને પણ તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળે એ માટે બાઇક તેમજ કાર પર ભાજપના વિવિધ સૂત્રો ચિતરાવી અનોખી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Next Story