Connect Gujarat
ગુજરાત

મહેસાણા : નળમાંથી રંગીન પાણી નીકળતા સોસાયટી રહીશોમાં આશ્ચર્ય! લોકોમાં દહેશતનો માહોલ

મહેસાણા : નળમાંથી રંગીન પાણી નીકળતા સોસાયટી રહીશોમાં આશ્ચર્ય! લોકોમાં દહેશતનો માહોલ
X

મહેસાણામાં ટીબી રોડ વિસ્તારની એક સોસાયટીના રહીશો તેમના ઘરમાં આવતા ગંદા પાણીથી પરેશાન સાથે આશ્ચર્યમાં પણ મુકાયા છે. જેનુ કારણ છે નળમાંથી નીકળતુ રંગીન પાણી….

છેલ્લા ચારેક દિવસથી મહેસાણાના ટીબી રોડ વિસ્તારની રામ બાગ સોસાયટીમાં અલગ અલગ રંગનું રંગીન પાણી આવી રહ્યું છે. ક્યારેક વાદળી તો ક્યારેક પીળુ તો ક્યારેક જાંબલી રંગનુ પાણી આવે છે રોજ અલગ અલગ રંગનું પાણી આવતા લોકો પરેશાન થયા છે. નળમાં પાણી આવતા જ શરૂઆતમાં આવું રંગીન કે પછી દુર્ગંધ મારતું ગંદું પાણી આવે છે. જેના કારણે આવા ગંદા પાણીથી રહીશો પરેશાન થયા છે. છેલ્લા કેટલાક દિવસથી આવતા ગંદા પાણીથી રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. મહેસાણા પાલિકાને રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે. રહીશો વહેલી તકે રંગીન પાણીની જગ્યાએ શુદ્ઘ પાણી આવેની રાહ જોઈને બેઠા છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે તંત્ર દ્વારા શુદ્ઘ પાણી ક્યારે મળશે અને ક્યાં સુધી આમ જ રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે ?

Next Story