Connect Gujarat
Featured

મહેસાણા : શિયાળામાં પણ વધી ખેરવા-કહોડાના લીંબુની માંગ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

મહેસાણા : શિયાળામાં પણ વધી ખેરવા-કહોડાના લીંબુની માંગ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
X

મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં લીંબુની ખેતી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ખેરવા અને કહોડામાં મોટા પ્રમાણમાં ખેડૂતો લીંબુની ખેતી કરી રહ્યા છે. આમ તો લીંબુની માંગ ઉનાળામાં વધુ હોવાથી સારા ભાવ મળે છે. પરંતુ ચાલુ વર્ષે શિયાળામાં પણ સારો ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.

મહેસાણા જિલ્લાના લીંબુ દેશભરમાં ફેમસ છે. જેમાં ખાસ કરીને ખેરવા અને કહોડાના લીંબુની ચર્ચા તો ખાનગી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કરવામાં આવી હતી, ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કારણે શિયાળામાં પણ લીંબુની માંગ વધતા ખેડૂતોને લીંબુના સારા ભાવ મળી રહ્યા છે. સામાન્ય રીતે શિયાળામાં ખેડૂતોને 20 કિલોના 150થી 200 રૂપિયા ભાવ મળતા હતા, પરંતુ હાલમાં ખેડૂતોને 20 કિલોએ રૂપિયા 600 કરતા વધુ ભાવ મળી રહ્યો છે, ત્યારે સારો ભાવ મળતા હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story