Connect Gujarat
Featured

મહેસાણા: ઊંઝા માર્કેટયાર્ડમાં ચાલુ સીઝનમાં ઇસબગુલમાં ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં આનંદ

મહેસાણા: ઊંઝા માર્કેટયાર્ડમાં ચાલુ સીઝનમાં ઇસબગુલમાં ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં આનંદ
X

એશિયામાં નામના ધરાવતા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં આ વખતે ઇસબગુલમાં ખૂબ સારા ભાવ મળતા ખેડૂતો હરખાયા છે. ઇસબગુલમાં અત્યાર સુધી સરેરાશ 1500 થી 1700 પ્રતિમણ ભાવ મળતા હતા પણ આ વર્ષે અત્યાર સુધીમાં ઐતિહાસિક કહી શકાય તેવા 2550 પ્રતિમણ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઊંઝામાં ખેડૂતો લઈને આવતા માલના રોકડા ચુકવવાની પ્રથાને લઈ ગુજરાત ના ખૂણે ખૂણેથી અને રાજસ્થાન સહિત અન્ય પડોશી રાજ્યો માંથી ઊંઝા પોતાનો માલ વેચવા માટે આવે છે. ઇસબગુલની સાથે સાથે વરિયાળીમાં પણ 4100 સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

ઊંઝાની ઓળખ આખા એશિયામાં ફેલાયેલી છે જેથી ઊંઝાને એશિયાનું સૌથી મોટું માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. સાથેસાથે ઊંઝામાં મસાલા માર્કેટ પણ મોટું છે અને એક્સપોર્ટરો હોવાથી દેશ દુનિયા સુધી ઊંઝાની સુવાસ ફેલાયેલી છે જે ફળરૂપે ખેડૂતોને પણ ઊચા ભાવ મળી રહ્યા છે. ઇસબગુલ એક ઔષધિ પાક હોવાથી ઊંઝા અને સિધ્ધપુરમાં તેની બનાવટની ફેકટરી હોવાનો લાભ આ વખતે ખેડૂતોને થઇ રહ્યો છે. હાલ ઊંઝામાં રોજની 2400થી વધુ બોરીની ઇસબગુલની આવક થઈ રહી છે.

Next Story