Connect Gujarat
Featured

મહેસાણા : ગુજરાતનું સૌથી મોટું વોટર પાર્ક મુકાયું ખુલ્લું, લોકડાઉન બાદથી હતું બંધ

મહેસાણા : ગુજરાતનું સૌથી મોટું વોટર પાર્ક મુકાયું ખુલ્લું, લોકડાઉન બાદથી હતું બંધ
X

કોરોના મહામારીને લઈ અનેક ધંધા રોજગાર બંધ હતા લોકડાઉનના લાંબા સમયગાળા બાદ હવે ક્રમશઃ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી છે. ત્યારે અનલોક 5 માં સરકાર દ્વારા વોટર પાર્ક ખોલવાની પરમિશન આપવામાં આવતા આજે મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ગુજરાતનું સૌથી મોટું વોટરપાર્ક લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

હાલમાં રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા દેશની આર્થિક સ્થિતિ મજબૂત બને અને ફરી એકવાર ધંધા રોજગાર પૂર્વરત થાય તે માટે અનલોક 5 માં અનેક છુટછાટ આપવામાં આવી છે. જેમાં સિનેમા ગૃહ, નેચરલ પાક, વોટરપાર્ક સહિતનાનો સમાવેશ થાય છે. સરકારી ગાઈડલાઇન મુજબ આજે 7 મહિના બાદ મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ બ્લીસ વોટર પાર્કને પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પાર્કમાં પ્રવેશ પહેલા વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે. પ્રવાસીઓને માસ્ક, સેનેટાઈઝ અને ટેમ્પરેચર ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બ્લીસ વોટરપાર્કને સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. અને ઠેર ઠેર સેનેટાઈઝર મશીન પણ મુકવામાં આવ્યા છે. 7 મહિના બાદ આજે ફરીવાર વોટરપાર્ક ખુલતાં દૂરદરાજથી સહેલાણીઓ ઉમટ્યા હતા. લાંબા સમયથી ઘરમાં કેદ લોકો વોટર પાર્કની મજા માણવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Next Story