મહેસાણા: મિકેનિકલ એન્જીનિયરીંગના વિધ્યાર્થીઓએ બનાવ્યું ઇકોફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હિકલ

0

મહેસાણાનાં વિસનગરની સાકળચંદ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ હેઠળ બે મહિનાની અંદર ઓછી કિંમતનું ઇકોફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હિકલ બનાવ્યું છે જેમાં ૬ થી ૭ વ્યક્તિ બેસી શકે છે અને એક વખત બેટરી ચાર્જ કર્યા પછી ૬૦ થી ૬૫ કિમી દોડી શકે છે.

મહેસાણાના વિસનગરમાં આવેલ સાકળચંદ યુનિવર્સિટી સંચાલિત ડિપાર્ટમેન્ટ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના ૭ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એસ.આઈ.પી પ્રોજેક્ટ અંતર્ગત ઈકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હિકલ બનાવ્યું છે. જેનો સફળ ટેસ્ટ કરવામાં આવ્યો અને એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ સહિત અધ્યાપકોએ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ વિહિકલ સાડા ત્રણ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ગાડીની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ ૩૦ કિમીની સ્પીડથી ૬૦ થી ૬૫ કિમી દોડી શકે છે અને છ થી સાત વ્યક્તિઓ આ કારમાં બેસી સવારી કરી શકે છે.

આ ગાડી બનાવવા માટે વિદ્યાર્થીઓને બે મહિનાનો સમય લાગ્યો હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને મહત્વ અપાઇ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ વિહિકલ આવનારા સમયમાં બહોળો પ્રતિસાદ મેળવી પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તેવી શક્યતાઓ પણ વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે. ભારત અને તેમાં પણ ગુજરાત કંઈક કરી છૂટવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે વિદ્યાર્થીકાળથી આવા વિદ્યાર્થીઓ પોતાની કોઠાસુઝથી આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે કારગર સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here