Connect Gujarat
ગુજરાત

મહેસાણાઃ STબસને આંતરી હથિયારધારી લૂંટારૂઓએ ત્રણ આંગડીયા પેઢીના કર્મીઓને લૂંટ્યા

મહેસાણાઃ STબસને આંતરી હથિયારધારી લૂંટારૂઓએ ત્રણ આંગડીયા પેઢીના કર્મીઓને લૂંટ્યા
X

લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી

પાલનપુરથી અમદાવાદ હાઈવે ઉપર આવી રહેલી ગુજરાત એસટીની બસ મહેસાણાનાં વોટરપાર્ક નજીક સાંજે 6.15 કલાકે આવી પહોંચતાં બસને હથિયારધારી લૂંટારૂઓએ હાઈજેક કરી હતી. બસ ડ્રાઈવરને લમણે રિવોલ્વર મુકીને બસને રોડની સાઈડમાં ઉભી રાખી હતી. અને બસમાં સવાર આંગડીયા પેઢીના ત્રણ કર્મીઓ પાસેથી 5 થેલા લૂંટી અન્ય એક ગાડીમાં ફરાર થઈ ગયા હતા. અંદાજે 10 લાખની લૂંટ અંગે ઊંઝાના વિષ્ણ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને ઘટના અંગે જાણ થતા જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર અમદાવાદ હાઈવે ઉપરથી એસટી બસ નંબર GJ- 18 z-4335 નિત્યક્રમ પ્રમાણે પસાર થઈ રહી હતી. દરમિયાન નિત્યક્રમ પ્રમાણે ડીસાથી બસમાં ત્રણ આંગડીયા પેઢીના એચ પ્રવીણચંદ, જયંતિ સોમા અને વસંત અંબાલાલના આંગડીયાના કર્મીઓ બેઠા હતાં. કર્મીઓ આંગડીયુ આપવા માટે અમદાવાદ જઈ રહ્યા હતાં. બસ ઉનાવા સ્ટેશને પહોંચતાની સાથે જ બસમાં 8 જેટલા શખ્સો હથિયાર સાથે બસમાં ચઢયા હતાં. બસમાં ઉનાવાથી ઉપડી ગયા બાદ આઠેય શખ્સોએ બસના ડ્રાઈવરને લમણે રીવોલવર મુકી હાઈજેક કરી લીધી હતી.

બસમાં સવાર આંગડીયા પેઢીના ત્રણે કર્મી પાસેથી હીરા, સોના ચાંદીના ઘરેણા અને રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી હતી. ઘટના અંગે બસમાં સવાર નિવૃત્ત PSIના પુત્રે ફોન કરી પિતાને જાણ કરી હતી. જેથી નિવૃત્ત PSI પિતાએ કંટ્રોલરૂમમાં લૂંટનો મેસેજ થતાની સાથે જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બસમાં થયેલી 10 લાખની લૂંટની ફરિયાદ ઊંઝાના વિષ્ણ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બસમાંથી 10 લાખથી વધુ લૂંટ થઈ હોવાનું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Next Story