Connect Gujarat
ગુજરાત

મહેસાણા : દૂધ સાગર ડેરીમાં વિરોધ સાથે વિધાર્થીઓએ કરી તોડફોડ, જાણો શું છે કારણ..!

મહેસાણા : દૂધ સાગર ડેરીમાં વિરોધ સાથે વિધાર્થીઓએ કરી તોડફોડ, જાણો શું છે કારણ..!
X

મહેસાણાની દૂધ સાગર ડેરીની

એક સંસ્થા દ્વારા એક કોર્ષ શરૂ કરી જાહેરાત કરવામાં

આવી હતી કે, ભણતર બાદ નોકરી આપવામાં આવશે. તોતિંગ ફી ઉઘરાવ્યા

બાદ નોકરી ન આપતા વિદ્યાર્થીઓના 4 વર્ષ બગડ્યા છે, ત્યારે આ

મામલે વિધાર્થીઓએ આંદોલન કરતાં ડેરીના સિક્યોરિટીએ

વિધર્થીઓને ફટકાર્યા હતા.

મહેસાણાની દૂધ સાગર ડેરી પ્રશાસન દ્વારા ગ્રામજનોને છેતરીને હવે વધુ એક કૌભાંડ આચરાયું હોવાનું હાલ ચર્ચાઈ

રહ્યું છે. આજથી 4 વર્ષ પહેલા મહેસાણા દૂધ સાગર ડેરીના દુરડા વિભાગ દ્વારા ખેડૂત

પુત્રોને ડેરીમાં જ નોકરી

મળી રહે તે માટે ખાસ મિલ્ક મેનેજમેન્ટ અંતર્ગત એક કોર્ષ શરૂ કરાયો હતો.

જેમાં ગણપત યુનિવર્સીટીએ સર્ટિફિકેટ આપવાનું જણાવતા ડેરીએ અભ્યાસક્રમ સાથે નોકરી આપવાની તૈયારી

બતાવી હતી.

સમગ્ર મામલે 4 વર્ષ બાદ 76 જેટલા વિદ્યાર્થીઓએ તોતિંગ ફી ભર્યા બાદ પણ ડેરી પ્રશાસને નોકરી ન આપવાનું કહીને હાથ ઊંચા કરી લીધા હતા, ત્યારે હાલમાં

વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થવા જઈ રહ્યું છે. જે પગલે મહેસાણાની દૂધસાગર ડેરીમાં વિદ્યાર્થીઓ સહીત ABVP દ્વારા હવન કર્યા બાદ સતત બીજા દિવસએ પણ વિરોધ

પ્રદર્શન યોજાયું હતું, ત્યારે હવન ન કરવા બાબતે ડેરી પ્રશાસન અને ABVPના કાર્યકરો આમને સામને આવી જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. દૂધ સાગર ડેરીમાં વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે અંદર પ્રવેશતા હતા તે દરમ્યાન ડેરીની

ઓફીસના કાચ પણ તૂટ્યા હતા. ભાવિ સાથે ચેડા થતાં વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આંદોલનના મૂડમાં આવ્યા છે. તો સામે પક્ષે ડેરી સત્તા મંડળ આ મામલે કઈ પણ કહેવા માટે

તૈયાર નથી.

Next Story