• ગુજરાત
વધુ

  મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રથમવાર ફ્લડ લાઇટમાં યોજાયેલી વડોદરા ઇન્વિટેશનલ સુપર ક્રોસ રેસનો કરાવ્યો પ્રારંભ

  Must Read

  પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ...

  “મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

  વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર...

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ...
  વડોદરાથી મોટો ક્રોસ રેસિંગની નવી રમત યુવાનોમાં સાહસિકતાનું સિંચન કરશે:રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ

  રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતમાં અને વડોદરામાં પ્રથમવાર યોજાયેલી વડોદરા ઇન્વિટેશનલ સુપર ક્રોસ રેસનો ,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ,સાંસદ રંજનબહેન ભટ્ટ અને મહાનુભાવોની ઉપસ્થિમાં કરાવ્યો હતો અને તેમાં ભાગ લઈ રહેલા રાષ્ટ્રના અને આંતરરાષ્ટ્રીય ટોચના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

   તેમણે સન ૨૦૧૦ માં રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખેલ મહાકુંભ શરૂ કરવાની પહેલને યાદ કરતાં જણાવ્યું કે તેના પરિણામે ગુજરાતના યુવાનોની રમતવીર અને લોકોની રમત ચાહક તરીકેની નવી છાપ ઉજાગર થઈ છે.ખેલ મહાકુંભે ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બનનારા ખેલાડીઓ આપ્યા છે અને એમાં ભાગ લેનારાઓ ની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

  મોટર રેસિંગએ નવી રમત છે જેના માટે વિશેષ સુવિધાઓની જરૂર પડે છે. એવી લાગણી વ્યક્ત કરવાની સાથે એમણે જણાવ્યું કે આ રમત યુવા સમુદાયમાં સાહસિકતા ,સમય સૂચકતા,ચપળતા,શિસ્ત અને ધૈર્યના ગુણો કેળવવાની ક્ષમતા ધરાવે છે.

  તેમણે પુણે પછી ગુજરાતમાં વડોદરાને આ રમતનું હબ બનાવવાની નેમને બિરદાવતા આયોજક વીર પટેલ,ઇશાન લોખંડે,લિલેરિયા મોટર સ્પોર્ટ્સ અને આસાન સ્પોર્ટ્સ એન્ડ એન્ટર ટેનમેં ટ તથા સહયોગી સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા.

  મેયર ડો.જિગીષા શેઠ,ધારાસભ્યો ,કોર્પોરેશનના પદાધિકારીઓ અને નગરસેવકો સહિત દશ હજાર થી વધુ લોકોએ આ રોમાંચક રમતનો આનંદ માણ્યો હતો.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ...
  video

  “મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

  વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર 3 યુવાનો વડોદરાના શેરખી ગામ...

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને બહાર કાઢવા...
  video

  LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનોમોટો નિર્ણય, જુઓ શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

  એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી.
  video

  સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

  રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના આંગણે યોજાયો હતો. જેમાં સેન્ટ્રલ...

  More Articles Like This

  - Advertisement -