Connect Gujarat
દેશ

બાળકો માટે MMR રસી લેવી ફરજિયાત નથી !

બાળકો માટે MMR રસી લેવી ફરજિયાત નથી !
X

  • બાળકોને સંરક્ષણ આપવાના આશયથી જે એમએમઆર રસીકરણનું અભિયાન ચાલુ કર્યું છે તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ.
  • રસી લેનારાં બાળકોના વાલીઓને જાણ હોવી જોઇએ કે આ રસી ફરજિયાત નથી પણ મરજિયાત છે અને તેનાથી ડાયાબિટીસથી માંડીને ઓટિઝમ થવાની સંભાવના રહેલી છે.

ગુજરાત સરકારે ઓરી અને રૂબેલા જેવા રોગો સામે બાળકોને સંરક્ષણ આપવાના આશયથી જે એમએમઆર રસીકરણનું અભિયાન ચાલુ કર્યું છે તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. ડીસાની અર્બુદા હાઈસ્કૂલમાં રસીનું રિએક્શન આવવાને કારણે ૬ છાત્રાઓ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગુજરાતનાં ૧.૬૦ કરોડ બાળકો પાછળ રસી બનાવતી મલ્ટિનેશનલ કંપનીને ૩૦૦ કરોડ રૂપિયાનો વકરો કરાવવામાં આવશે, પણ તેને કારણે બાળકોમાં ઓટિઝમના કિસ્સાઓ વધી શકે છે, તેની જાણકારી બાળકને કે તેના વાલીને આપવામાં આવતી નથી. કેટલીક ખાનગી સ્કૂલોના સંચાલકો શું આ વાત જાણતા હશે! માટે તેઓ વાલીઓ પાસે સંમતિપત્રક પર સહી કરાવી લે છે કે જો રસી લેવાને કારણે બાળકને કોઇ પણ નુકસાન થશે તો તેની જવાબદારી વાલીની રહેશે.

સ્કૂલોમાં રસી આપવા આવતા હેલ્થ ઓફિસરો સંચાલકો પર દબાણ કરે છે કે આ રસી ફરજિયાત આપવાની છે; પણ લેખિત માગવામાં આવતાં તેઓ કબૂલે છે કે તે મરજિયાત છે. એમએમઆર વેક્સિન બાબતમાં અમેરિકામાં કયું સંશોધન થયું છે તેની વાત કરતાં પહેલાં આ રસી કેવી રીતે બનાવવામાં આવે છે, તેની રીત જાણી લઇએ. આ વેક્સિન બનાવવા માટે ગર્ભપાત કરવામાં આવેલાં ભ્રૂણના મૃતદેહના કોષો લેવામાં આવે છે અને તેમાં રોગનો વાઇરસ દાખલ કરવામાં આવે છે.

લોહીમાં વાઇરસ સામે લડવાના જે એન્ટિબોડી પેદા થાય છે તેનો ઉપયોગ કરીને રસી બનાવવામાં આવે છે. આ રસીમાં ભ્રૂણના કેટલાક અંશો પણ રહી જાય છે. માટે જે શુદ્ધ શાકાહારી બાળકો છે તેઓ જો રસી લે તો તેમને સૂક્ષ્મ રૂપે માંસ ભક્ષણ કરવાનો દોષ લાગે છે. ગુજરાતનાં જે ૧.૬૦ કરોડ બાળકો રસી લેવાનાં છે, તેમનાં માબાપને આ વાતની ખબર હશે ખરી?

ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના કાયદા મુજબ કોઇ પણ નવી દવા કે રસીને પરવાનગી આપતા પહેલાં તેના પેકિંગ પર તેની આડઅસરો બાબતમાં લખાણ મૂકવું જરૂરી ગણાય છે. એમએમઆર વેક્સિનના પેકિંગ પર લખવામાં આવ્યું છે કે તે લેવાથી તાવ આવી શકે છે, ઊલટી થઇ શકે છે, ડાયાબિટીસ થઇ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં મોત પણ થઇ શકે છે. શું વાલીઓ પાસે સંમતિપત્રક પર સહી કરાવતા પહેલાં તેમને આ વાતની જાણકારી આપવામાં આવે છે ખરી? સામોઆ નામના દેશમાં આવી રસીને કારણે બે બાળકોનાં મોત થતાં સરકારે આખો કાર્યક્રમ રદ કર્યો હતો.

વિખ્યાત તબીબી મેગેઝિન લાન્સેટમાં અમેરિકાના સંશોધક એન્ડ્રૂ વેકફિલ્ડનો નિબંધ છપાયો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે જે ૧૨ બાળકો ઓટિઝમ નામની બીમારીનો ભોગ બન્યા હતાં, તેમાંનાં આઠે નજીકના ભૂતકાળમાં એમએમઆર રસી લીધી હતી. આ નિબંધ પ્રકાશિત કરતાં લાન્સેટના સંપાદકે નોંધ કરી હતી કે તબીબી વ્યવસાયના હિતમાં પણ એમએમઆર રસી અને ઓટિઝમ વચ્ચેના સંબંધ બાબતમાં હજુ વધુ સંશોધન થવું જોઇએ.

આ સંશોધનના જવાબમાં ઘણા પત્રો આવ્યા હતા, જેમાં એમએમઆર રસી અને ઓટિઝમ વચ્ચેના નિશ્ચયાત્મક સંબંધ બાબતમાં શંકા વ્યક્ત કરવામાં આવી હતી. થોડા સમય પછી લાન્સેટમાં વેકફિલ્ડનો બીજો નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં ઓટિઝમનો ભોગ બનેલાં ૪૮ બાળકોના સંશોધન પછી તારણ કાઢવામાં આવ્યું હતું કે એમએમઆર રસી અને ઓટિઝમ વચ્ચે સીધો સંબંધ છે. જોકે લાન્સેટ મેગેઝિનમાં ત્યાર પછી કેટલાક એવા નિબંધો પણ છપાયા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એમએમઆર રસી અને ઓટિઝમ વચ્ચે કોઇ સંબંધ નથી. રસી લેનારાં બાળકોના કેટલા વાલીઓ આ વિવાદ બાબતમાં જાણતા હશે?

આપણા દેશમાં બાળકોને જન્મ થતાં જ જે રસીઓ આપવામાં આવે છે તેમાં ટ્રિપલ, પોલિયો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે તે બીમારીઓ ગંભીર પ્રકારની ગણાય છે. બાળકોને ઓરી કે અછબડાંની રસી આપવામાં આવતી નથી, કારણ કે તે ગંભીર બીમારી ગણાતી નથી.

રાજકોટના તબીબ ડો. પ્રશાંત શાહ તો ત્યાં સુધી કહે છે કે બાળકોને નાનપણમાં ઓરી કે અછબડાં નીકળે તો તેની ચિંતા કરવાની જરૂર નથી. જે બાળકને એક વખત ઓરી નીકળશે તેના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થશે, જેને કારણે તેને જિંદગીભર ઓરી નીકળશે નહીં. તેને બદલે જે બાળકોને રસી આપવામાં આવી હોય તેમને મોટી ઉંમરે ઓરીની સંભાવના વધી જાય છે.

કેટલાંક વર્ષો પહેલાં આપણા દેશમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હિપેટાઇટિસ-બીની રસી આપવાની ઝુંબેશ મોટા પાયે ઉપાડવામાં આવી હતી. તપાસ કરતાં જાણ થઇ કે આ રસીનું ઉત્પાદન કરતી મલ્ટિનેશનલ કંપની પાસે રસીના ૧૫ લાખ ડોઝનો ભરાવો થઇ ગયો હતો, જેને ઠેકાણે પાડવા ભારતની પસંદગી કરવામાં આવી હતી. સ્વૈચ્છિક સંસ્થાઓને દાનની લાલચ આપીને અને ડોક્ટરોને કમિશનની લાલચ આપીને આ ઝુંબેશ આગળ ધપાવવામાં આવી હતી. થોડા સમય પછી ખબર પડી હતી કે તે રસી લેવાથી ડાયાબિટીસ થાય છે, ત્યારે તે ઝુંબેશ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું.

ગુજરાત સરકાર દ્વારા એમએમઆર રસી માટે જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેનો ઉદ્દેશ ગમે તેટલો સારો હોય તો પણ ટાર્ગેટ પૂરો કરવા માટે સ્કૂલોના સંચાલકો પર દબાણ કરવાની આરોગ્ય અધિકારીઓની પદ્ધતિનો કોઇ રીતે બચાવ કરી શકાય તેમ નથી. રસી લેનારાં બાળકોના વાલીઓને જાણ હોવી જોઇએ કે આ રસી ફરજિયાત નથી પણ મરજિયાત છે અને તેનાથી ડાયાબિટીસથી માંડીને ઓટિઝમ થવાની સંભાવના રહેલી છે. પછી જ બાળકો રસી મૂકાવે તેમાં સરકારની પણ સલામતી છે.

Next Story