રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આજથી થઇ ચુક્યો છે. શાળાઓમાં ભૂલકાઓનો કલરવ શરૂ થયો ત્યારે મોડાસામાં બાળકોને અનોખી રીતે આવકારવામાં આવ્યા હતાં. અરવલ્લી જિલ્લાના મોડાસાની મોડાસા કેળવણી સંચાલિત કલરવ સ્કૂલમાં શાળાના કે.જી.ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

મોડાસાની કલરવ સ્કૂલમાં ચાલુ વર્ષે નવો અભિગમ અપનાવતા પર્યાવરણને બચાવવાનો સંદેશો આપતાં પ્રવેશોત્વની ઉજવણી કરાઇ હતી. વહેલી સવારે બાળકોને મુકવા વાલીઓ જાતે જ આવી પહોંચ્યા હતાં જ્યાં બાળકો તેમજ વાલિઓને પેપર બેગ શાળા તરફથી આપવામાં આવી હતી. લોકો આજે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવા લાગ્યા છે જેને કારણે પર્યાવરણને ઘણુ નુકસાન થઇ રહ્યું છે. આ માટે શાળાના શિક્ષકો દ્વારા ખાસ પેપર બેગ તૈયાર કરવામાં આવી હતી. જેમાં બાળકોને શૈક્ષણિક સાધન સામગ્રી પણ અપાઇ હતી. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ બાળકોના કલરવથી શળા ગૂંજી ઉઠી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here