Connect Gujarat
ગુજરાત

મોડાસાની નર્સિંગ કૉલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના, ક્લાર્ક સસ્પેન્ડ

મોડાસાની નર્સિંગ કૉલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના, ક્લાર્ક સસ્પેન્ડ
X

અરવલ્લી જિલ્લાના મોડાસાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મજાક બાદ મામલો બિચક્યો અને આખરે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થતાં મામલો થાડે પડ્યો હતો.

મોડાસાના માલપુર રોડ પર સાકરિયા નજીક આવેલી ભાગ્ય લક્ષ્મી નર્સિંગ કૉલેજમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના ઘટી હતી. વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ફોન કરીને મઝાક કરતાં મામલો બિચક્યો હતો. વાત જાણે એમ છે કે, ક્લાસરૂમમાં વિદ્યાર્થી એક વિદ્યાર્થિનિને ફોનથી મિસ્ડ કોલ કરીને મઝાક કરી હતી, જોત જોતામાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બન્નેએ મામલો કોલેજના ક્લાર્ક સુધી પહોંચ્યો હતો, અને ક્લાર્ક સંદીપ પટેલ દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાનો પીડિતે આક્ષેપ કર્યો હતો. પીડિત વિદ્યાર્થીનો એ પણ આક્ષેપ છે કે, તેની કોઇપણ પ્રકારની વાત સાંભળ્યા વિના જ તેને ઢોર માર મરાયો હતો. સંદીપ પટેલ નોન ટિચિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે તેમ છતાં માર મારવાની સત્તા કોણે આપી તે સવાલ વિદ્યાર્થીઓ દ્વારા કરાયો છે. કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે સંદીપ પટેલ ક્લાર્કને સસ્પેન્ડ કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વચ્ચે બનેલી સમગ્ર ઘટનાને લઇને મામલો વણસેલા મામલાને થાડે પાડવા સંચાલકો પર વિદ્યાર્થીઓએ ભારે દબાવ બનાવ્યો હતો. જો કે વિદ્યાર્થીઓના સુત્રોચ્ચાર અને સંદીપ પટેલના રાજીનામાની માંગ ઉગ્ર બનાવતા આખરે તેને ફરજ પરથી મુક્ત કરાવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે જ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને પણ પંદર દિવસ સુધી શિક્ષણ કાર્યથી દૂર રાખવાનો નિર્ણય કોલેજ દ્વારા લેવાતા મામલો થાડે પડ્યો હતો. જો આ સમગ્ર મામલે આચાર્ય પણ માની રહ્યા છે કે, નોન ટિચિંગ સ્ટાફ દ્વારા જે રીતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તે તદ્દન ખોટું છે.

Next Story