Connect Gujarat
ગુજરાત

મોડાસામાં તસ્કરોનો તરખાટ : ટ્રક લઇને આવી અને ટ્રક ખાલી કરીને થયા છૂ..!

મોડાસામાં તસ્કરોનો તરખાટ : ટ્રક લઇને આવી અને ટ્રક ખાલી કરીને થયા છૂ..!
X

અરવલ્લી જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા શહેરના કૉલેજ રોડ વિસ્તારમાં આવેલા રીલાયન્સ પેટ્રોલ પંપના પરિસરમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઓઇલના ડબ્બા ચોરી થયાની ઘટના બની છે. મોડી રાત્રે તસ્કરો ટ્રક લઇને આવતા સીસીટીવીમાં જોઇ શકાય છે અને ત્યારબાદ પાર્ક કરેલી ટ્રકનો મોટાભાગનો માલ-સામાન ચોરી કરીને પલાયન થઇ જાય છે. વહેલી સવારે જ્યારે ખબર પડી ત્યારે જોવા મળ્યું કે ટ્રકના પાછળની ભાગે તાડપત્રીમાં બખોલ પાડી 30 જેટલા ઓઇલના ડબ્બા ચોરી થઇ ગયા.

[gallery td_gallery_title_input="મોડાસામાં તસ્કરોનો તરખાટ : ટ્રક લઇને આવી અને ટ્રક ખાલી કરીને થયા છૂ..!" td_select_gallery_slide="slide" size="large" ids="92971,92972,92973"]

મળતી માહિતી મુજબ ધનસુરા રોડ પર રીલાયન્સ પેટ્રોલ પંપના પરિસરમાં એક ટ્રક પાર્ક કરેલ હતો, જેમાં ઓઇલના ડબ્બાનો મુદ્દામાલ પેક હતો. મોડીરાત્રે 2.30 કલાકની આસપાસ તસ્કરો ટ્રક લઇને આવતા સીસીટીવીમાં નજરે પડે છે. ત્યારબાદ આ તમામ તસ્કરોએ પાર્કિંગ કરેલી ટ્રકનો મુદ્દામાલ ખાલી કરી તેમની ટ્રકમાં ભરીને ફરાર થઇ ગયા હતા. જોકે સવાલ એ થાય છે કે, આટલો મોટ ટ્રક લઇને તસ્કરો આવી પહોંચે છે તેમછતાં કોઇને જાણ કેમ ન થઇ? પોલિસ પણ પેટ્રોલિંગના મોટા દાવાઓ કરે છે તો ટ્રક લઇને આવેલા તસ્કરોની ગંધ કેમ ન ગઇ?

Next Story