Connect Gujarat
ગુજરાત

મોદી સરકારે મંદિર માટે ટ્રસ્ટનું કર્યું ગઠન, મસ્જિદ માટે જમીન આપશે યોગી સરકાર

મોદી સરકારે મંદિર માટે ટ્રસ્ટનું કર્યું ગઠન, મસ્જિદ માટે જમીન આપશે યોગી સરકાર
X

સુપ્રીમ કોર્ટના

ચુકાદા બાદ મોદી સરકારે રામ મંદિર ટ્રસ્ટની રચના કરી છે. સંસદમાં આજે પીએમ મોદીએ આ

મુદ્દે માહિતી આપી હતી. સાથે જ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ

અનુસાર સઘન ચર્ચા અને સંવાદો બાદ અયોધ્યામાં પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને

ફાળવવા વિનંતી કરવામાં આવી હતી, જેના પર રાજ્ય સરકારે

તેની સંમતિ પણ આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટના

નિર્ણય મુજબ, મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એક

ટ્રસ્ટની રચના કરી છે. આ ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં

આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આની જાહેરાત કરી છે. આ સાથે જ

પીએમ મોદીએ મસ્જિદની જમીન માટેની સંમતિ વિશે વાત કરી હતી.

બુધવારે પીએમ મોદીએ

લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટની સાથે સાથે મસ્જિદ માટેની જમીનની પણ જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સઘન ચર્ચા અને સંવાદ

કર્યા પછી યુપી સરકારને અયોધ્યામાં પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને ફાળવવા

વિનંતી કરવામાં આવી હતી, જેના પર રાજ્ય સરકારે તેની

સંમતિ પણ આપી દીધી છે." સાથે જ રામ જન્મભૂમિ અધિગ્રહણ હેઠળની 67 એકર જમીન પણ

ટ્રસ્ટને રામ મંદિરના નિર્માણ માટે આપી દેવામાં આવી છે.

પીએમ મોદી દ્વારા આ

જાહેરાત, 9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના

નિર્ણયના 87 દિવસ પછી આવી છે. અદાલતે અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિરની

તરફેણમાં ચુકાદો આપતાં કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં રામ મંદિર નિર્માણ માટે

ટ્રસ્ટ સ્થાપવાનો આદેશ આપ્યો હતો. તેમજ મસ્જિદ માટે પાંચ એકર જમીન ઉપલબ્ધ કરાવવા

રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો.

Next Story