Connect Gujarat
ગુજરાત

PM મોદી અમદાવાદ આવવા રવાના, થોડા સમયમાં ટ્રમ્પ પહોંચશે, થશે ભવ્ય સ્વાગત

PM મોદી અમદાવાદ આવવા રવાના, થોડા સમયમાં ટ્રમ્પ પહોંચશે, થશે ભવ્ય સ્વાગત
X

વિશ્વના સૌથી શક્તિશાળી

દેશના વડા ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત પહોંચી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ તેમના બે

દિવસીય પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે, જ્યાં વડા પ્રધાન

નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ

ટ્રમ્પ આજે બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની

આ પહેલી મુલાકાત હોવાથી તેમનું ભારતમાં સ્વાગત કરવા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી

છે. સવારે 11.40 વાગ્યે, અમેરિકન રાષ્ટ્રપતિ

તેમની પત્ની મેલાનીયા સાથે ગુજરાતના અમદાવાદ પહોંચશે, જ્યાં વડા પ્રધાન

નરેન્દ્ર મોદી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે. બંને નેતાઓ આજે અમદાવાદમાં નમસ્તે

ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ

ટ્રમ્પ હવેથી ટૂંક સમયમાં જ અમદાવાદ પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ

દિલ્હીથી રવાના થયા છે અને અમદાવાદ પહોંચશે. વડા પ્રધાન મોદી એરપોર્ટ પર અમેરિકન

રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ

ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટનો જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે

ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું, 'ભારત તમારી

મુલાકાતની રાહ જોઈ રહ્યું છે. આ મુલાકાત બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે.

અમદાવાદમાં જલ્દી મળીશું.

Next Story