Connect Gujarat
ગુજરાત

મોરબી : કાકાની હત્યા કરનાર 2 ભત્રીજા સહિત 4 શખ્સની કરાઈ ધરપકડ

મોરબી : કાકાની હત્યા કરનાર 2 ભત્રીજા સહિત 4 શખ્સની કરાઈ ધરપકડ
X

મોરબીના નટરાજ ફાટકા પાસે ખોડિયાર ટ્રાવેલ્સ ના ધંધાર્થીની હત્યાનો મામલો.

સગા કાકાની હત્યા કરનારા બે ભત્રીજા સહીત ચાર ઝડપાયા.

જયરાજસિંહ જાડેજા, દિગુભા ઝાલા, મુકેશ ભરવાડ સહિત ચાર પકડાયા

સમાધાન કરવા માટે બોલાવીને કરવામાં આવી હતી હત્યા.

ચકચારી હત્યા કેસના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં થયા હતા વાયરલ.

પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર અને કાર જપ્ત કરવા કવાયત હાથ ધરી.

મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીને બે ભત્રીજા સહિત છ શખ્સોએ બે દિવસ પહેલા મોડી રાત્રે ડ્રાઈવરને રૂપિયા ઉછીના આપ્યા હતા. જે માંગવા ગયેલા ભત્રીજાને સાંજે ઠપકો આપતા રોષે ભરાઈ ને હત્યા કરી નાખી હતી. જેમાં બે ભત્રીજા સહિત કુલ છ શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસ બંને ભત્રીજા સહિત ચાર ઈસમોની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ બન્ને કર સુરેન્દ્રનગરના વન ગામથી જપ્ત કરી લીધી છે. અને અન્ય બે ઈસમોની ધરપકડ કરવા તજવીજ છે.

મોરબી નટરાજ ફાટક પાસે તા 2 મેં ના રોજ મોડી રાત્રીના આશરે સાડાત્રણ વાગ્યાની આસપાસ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ખોડિયાર ટ્રાવેલ્સ ના માલિકધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા ને તેના ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા એ પોતાના સગીર ભાઈ એન અમમાં સહિત છ શકશો સાથે મળી કાસળ કાઢી નાખ્યું હતું . જેમાં બી ડિવિઝન પોલીસે ચાર ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા,દિગ્વિજયસિંહ હરિસિંહ રાણા,મુકેશ ઉર્ફે મૂકલો ભરવાડ અને એક સગીર વયના આરોપીની નવલખી ફાટક નજીકથી આરોપીઓ કચ્છ તરફ નાસી જાય એ પહેલા ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલ હથિયાર અને વરના તેમજ ક્રેટા કર કબ્જે કરી તેની સાથે રહેલા અન્ય બે આરોપીઓ મનીષ ઉર્ફે કુમાર વાણીયા અને ધ્રુવરાજસિંહ રાણા નામના બે આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે.

મોરબી નટરાજ ફાટક પાસે તા 2 મેં ના રોજ મોડી રાત્રીના આશરે સાડાત્રણ વાગ્યાની આસપાસ ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ખોડિયાર ટ્રાવેલ્સના માલિકધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાને તેના ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજાએ તેના ટ્રાવેલ્સના ડ્રાઇવરને રૂપિયા આપેલા હતા. આ રૂપિયાની ઉઘરાણી કરવા ભત્રીજો જયરાજ ટ્રાવેલ્સની ઓફિસ પર ગયો હતો. જેના હિસાબે કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા એ બાળક સમજી ઠપકો આપી તમાચો માર્યો હતો. જેમાં ભત્રીજાને આ વાત ભૂંડી લાગતા મોડી રાત્રીના કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાને ફોન કરી સમાધાનને બહાને બોલાવતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા પોતાની સાથે અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા,વિમલગીરી હર્ષદગીરી ગોસ્વામી અને ઍઝાંઝ રઝાકભાઈ પઢીયારને લઈને તેની સફેદ કલરની સેન્ટ્રો કાર ન.જીજે 01 KM 2116 માં નહેરુગેટ પહોંચ્યા હતા જ્યાં તેનો સગો ભત્રીજો જયરાજસિંહ વિજયસિંહ જાડેજા,અજયસિંહ વિજયસિંહ જાડેજા,દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા,મુકેશ ભરવાડ,કુમાર વાણીયા અને અજાણ્યા ઈસમ મળી કુલ છ લોકો એ સાથે મળી હ્યુન્ડાઇ ક્રેટા અને વરના કારમાં અચાનક જ ધસી આવી સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફિલ્મી ઢબે મૃતક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા ની સેન્ટ્રો કારનો પીછો કર્યો હતો. તલવાર ધોકા વડે કાર પર હુમલો કર્યો હતો.

જેમાં બાદમાં નટરાજ ફાટક નજીક મૃતક કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની કારને ઉપરોક્ત ઈસમો સાથે મળી આડેધડ તલવાર અને તીક્ષણ હથિયારના ઘા ઝીકવા મંડ્યા હતા જેમાં જોત જોતામાં કાકા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કાર પર રહેલાઅર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા,વિમલગીરી હર્ષદગીરી ગોસ્વામી નેંગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બાઈક પર આવેલા એઝાંઝ રઝાકભાઈ પઢીયાર ની નજર સમક્ષ બધું બન્યું હોય પોલીસે ઇજાગ્રસ્ત અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદ લઈ જયરાજસિંહ વિજયસિંહ જાડેજા,દિગ્વિજયસીંહ હરિસિંહ રાણા,મુકેશ ઉર્ફે મુકેલો ભરવાડ ,મનીષ ઉર્ફે કુમાર વાણીયા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જો કે કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાની પણ પોલીસને શંકાના આધારે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story