Connect Gujarat
Featured

રાજયસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ બેકફુટ પર, વધુ ધારાસભ્યોના રાજીનામાની સંભાવના

રાજયસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ બેકફુટ પર, વધુ ધારાસભ્યોના રાજીનામાની સંભાવના
X

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત અને મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહયો છે. રાજયસભાની ચુંટણી પહેલાં ભાજપે કોંગ્રેસની પાંચ વિકેટ ખેરવી નાંખી છે અને હજી પાંચ નારાજ ધારાસભ્યો રાજીનામા આપવા કતારમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

સૌથી પહેલા વાત કરવામાં આવે ગુજરાતની તો… રાજયસભાની ચાર બેઠકો માટે મતદાન પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાથી ચુંટણી પહેલાં જ કોંગ્રેસ એક બેઠક હારી જાય તેવા સંજોગો ઉભા થયાં છે. આબરૂના ધજાગરા થતાં બચાવવા કોંગ્રેસ એક ઉમેદવારનું ફોર્મ પાછુ ખેંચાવે તેવી શકયતા છે. સોમવારે વિધાનસભાનું સત્ર શરૂ થતાં કોંગ્રેસના જે.વી. કાકડીયા, સોમા પટેલ, પ્રવિણ મારૂ, મંગળ ગાવિત અને પ્રધ્યુમન જાડેજાએ રાજીનામા આપ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ હાઇ કમાન્ડથી નારાજ પાંચ વધુ ધારાસભ્યો આગામી દિવસોમાં રાજીનામા આપે તેવી શકયતા છે.

હવે મધ્યપ્રદેશના રાજકારણ પર નજર નાંખીએ…સોમવારે વિધાનસભાનું સત્ર મળ્યું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહયાં હતાં પણ સિંધિંયા જુથના 16 ધારાસભ્યો હજી બેંગ્લોરમાં રોકાયાં છે. સોમવારે ફલોર ટેસ્ટ થાય તેવી શકયતા હતી પણ સ્પીકરે કોરોના વાયરસના કારણે વિધાનસભા 26મી માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે. આમ કોંગ્રેસની કમલનાથ સરકારને સ્પીકરના નિર્ણય બાદ વધુ 10 દિવસનો સમય મળ્યો છે જયારે સ્પીકરના નિર્ણય સામે ભાજપે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી મંગળવારના રોજ કરવામાં આવશે.

Next Story