Connect Gujarat
ગુજરાત

વિશ્વભરમાં 3 લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી અસરગ્રસ્ત, ભારતમાં 387 કેસ કોરોના પોઝિટિવ

વિશ્વભરમાં 3 લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી અસરગ્રસ્ત, ભારતમાં 387 કેસ કોરોના પોઝિટિવ
X

વિશ્વ સ્વાસ્થ સંસ્થાઓ મુજબ કોરોના વાયરસથી 169 દેશોમાં 3 લાખ 97 થી

વધારે લોકો

ચેપગ્રસ્ત થયા છે અને વાયરસથી મરનારાની સંખ્ય 13,000ને પાર થઇ ચૂકી છે. ભારત સહિત દુનિયામાં કોરોના

વાયરસને ફેલાતો રોકવા માટે રવિવારે આશરે કરોડોથી વધારે લોકો પોતાના ઘરોમાં બંધ રહ્યા હતા.

આ વૈશ્વિક મહામારીથી સૌથી વધારે ઇટાલી પ્રભાવિત થયુ છે અને

વિશ્વસ્તરે 35થી વધારે

દેશો લોકડાઉનની સ્થિતિમાં આવી ચૂક્યા છે. ઇટાલીમાં કોરોના વાયરસે અત્યાર સુધી 4800થી વધારે લોકોનો ભોગ લીધો છે.

ઇટાલી સંપૂર્ણરીતે બંધ કરવાની ફરજ પડી છે. અહીં કોરોના વાયરસના ચેપ કેસોમાં

મૃત્યુદર 8.6 ટકા છે, જે દુનિયાના તમામ પ્રભાવિત દેશોની

સરખામણીમાં સૌથી વધારે છે. આ સિવાય આફ્રિકામાં કોરોના વાયરસના ચેપ કેસો વધીને 1000ની ઉપર પહોંચી ગયા છે. પશ્ચિમ

એશિયામાં ઇરાન સૌથી વધારે પ્રભાવિત દેશ છે. શનિવારે કોરોના વાયરસના ચેપથી અહીં 123 લોકોએ દમ તોડ્યો હતો.

વાત કરીયે ભારતની તો ભારત ભરમાં કુલ

અત્યાર સુધી 387 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જોકે આ પોઝિટિવ કેસમાં બહારથી ભારત પરત આવનારાઓની સંખ્યા પણ ગણવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 18 કેસ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, વાત કરીયે અન્ય રાજ્યની તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 74, જમ્મુ કાશ્મીરમાં 4,લદ્દાખમાં 13, હિમાચલ પ્રદેશમાં 2, ઉત્તરાખંડમાં 3, પંજાબમાં 21, હરયાણા 18, રાજસ્થાનમાં

26, ઉત્તર પ્રદેશ 26, બિહારમાં 2, ઝારખંડમાં 0, છત્તીસગરમાં 1, મધ્યપ્રદેશમાં

5, પ.બંગાળમાં 4, ઓડિસ્સામાં 2, આંધ્રપ્રદેશમાં 5, તેલંગાણામાં 27, આંધ્ર પરદેશમાં 5, કર્ણાટકા 26, તામિલ નાડુમાં 9, કેરાલામાં 67 કોરોના વાઇરસના પોઝિટિવ

કેસ સામે આવ્યા છે.

Next Story