Connect Gujarat
Featured

26 જાન્યુઆરીએ થયેલ લાલ કિલ્લા પર હિંસા મામલે મોસ્ટ વોન્ટેડ મનિંદર સિંહની ધરપકડ, ઘરમાંથી બે તલવારો કરી જપ્ત

26 જાન્યુઆરીએ થયેલ લાલ કિલ્લા પર હિંસા મામલે મોસ્ટ વોન્ટેડ મનિંદર સિંહની ધરપકડ, ઘરમાંથી બે તલવારો કરી જપ્ત
X

26 જાન્યુઆરીએ દિલ્લીમાં કાઢવામાં આવેલ ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે દિલ્લી પોલિસને મોટી સફળતા મળી છે. દિલ્લી પોલિસની સ્પેશિયલ સેલે લાલ કિલ્લા પર તલવાર લહેરાવનાર અને હિંસા મામલે મોસ્ટ વૉન્ટેડ મનિંદર સિંહની રાજધાનીના પ્રિતમપુરા વિસ્તારથી ધરપકડ કરી લીધી છે. પોલિસ ટીમે સ્વરૂપ નગર વિસ્તારમાં સ્થિત મનિંદર સિંહના ઘરમાંથી બે તલવાર પણ જપ્ત કરી છે. પોલિસે મનિંદર સિંહની ધરપકડ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉલ્લેખયનીય છે કે લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે મુખ્ય આરોપી દીપ સિદ્ધુ સહિત ઘણા લોકોની ધરપકડ પહેલા જ કરવામાં આવી ચૂકી છે.



દિલ્હી પોલીસના જણાવ્યાનુંસાર લાલ કિલ્લા પર થયેલી હિંસાની અનેક તસવીરો સામે આવી હતી. જેનાથી મનિંદર સિંહે 2 તલવારોને ફરકારી હતી અને પોલીસકર્મીઓ પર બર્બરતાથી હુમલો કરવા લોકોને ઉશ્કેર્યા હતા. મનિંદરે અનેક ઉશ્કેરણીજનક ફેસબુક પોસ્ટ પણ કરી હતી. તે મોટા ભાગે દિલ્હીના સિંધૂ બોર્ડર જતો રહેતો હતો. દિલ્હી પોલીસના જણાવ્યાનુંસાર તેણે સ્વરુપ નગરના 6 લોકોને દિલ્હી ટ્રેક્ટર પરેડમાં ભાગ લેવા ઉશ્કેર્યા હતા. આ તમામ 6 બાઈક પર સવાર થઈ સિંઘૂ સીમાથી મુકરબા ચોકી તરફ જનારા ખેડૂત ટ્રેક્ટર રેલીની સાથે નિકળ્યા હતા. ટ્રેક્ટર રેલીમાં સામેલ થતા પહેલા મનિંદરે પોતાના હાથમાં 2 તલવારો સાથે રાખી હતી.

પોલીસના જણાવ્યાનુંસાર આરોપીએ પોતાના 5 સાથીઓ અને અન્ય અજાણ્યા સશસ્ત્ર અસામાજિક તત્વોની સાથે લાલ કિલ્લામાં ઘૂસ્યા અને મનિંદરે તલવારબાજી કરી. આ તલવારબાજીથી ઉપદ્રવીઓને હિંમત મળી અને તે ફરજ પર હાજર પોલીસકર્મીઓ પર હુમલો કરવા લાગ્યા. આ દરમિયાન લાલ કિલ્લાને નુકસાન પહોંચ્યુ હતુ. મળતી માહિતી અનુશાર મનિંદર સિંહ સ્વરુપ નગરમાં પોતાના ઘરની પાસેએક ખાલી પ્લોટમાં તલવાર પ્રશિક્ષણ સ્કૂલ પણ ચલાવે છે. 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર તલવારબાજીનો એક મોટો વીડિયો તેણે પોતાના ફોનમાં લીધો હતો. સાથે સિંધૂ બોર્ડરના વિરોધ સ્થળ પર તેની હાજરીની અનેક તસ્વીરો તેના ફોનમાં છે. આરોપીની પૂછપરછ ચાલુ છે.

Next Story