Connect Gujarat
ગુજરાત

મોટેરા તૈયાર, ટ્રમ્પનો ઇંતેઝાર : સ્વાગત માટે વડા પ્રધાન અમદાવાદ પહોંચ્યા

મોટેરા તૈયાર, ટ્રમ્પનો ઇંતેઝાર : સ્વાગત માટે વડા પ્રધાન અમદાવાદ પહોંચ્યા
X

વિશ્વના સૌથી

શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવેથી થોડી વારમાં અમદાવાદ

પહોંચશે. 11.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાનું અનુમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ મુલાકાત પર ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે

અમદાવાદને શણગારવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચી

ચૂક્યા છે, તેઓ એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે

ભારત આવી રહ્યા છે, તેમની સાથે પત્ની મેલેનિયા, પુત્રી ઇવાંકા તેમજ જમાઈ જેરેડ કુશ્નર પણ ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ

અમદાવાદ, દિલ્હી અને આગ્રાની મુલાકાત લેશે.

ટ્રમ્પના આગમનને

લઈને અમદાવાદને શણગારવામાં આવ્યું છે. ટ્રમ્પ સૌથી પહેલા ગાંધી આશ્રમની મુલાકાત

લેશે. આ દરમિયાન તેઓને આગતા સ્વાગતા સાથે આવકારવામાં આવશે. ટ્રમ્પના સ્વાગતમાં

હજારોની જનમેદની અમદાવાદ પહોંચી છે. તેમના રોડ શો દરમિયાન તેઓનું સ્વાગત કરશે.

ટ્રમ્પ ગાંધી આશ્રમ બાદ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ પહોંચશે. જ્યાં તેઓ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ભારતીય સંસ્કૃતિ

રજૂ કરવામાં આવશે. જેની તૈયારીઓ કલાકારો દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.

લોકનૃત્ય, લોકગીત સહિતના કાર્યક્રમો દ્વારા અમેરિકાના

રાષ્ટ્રપતિનું સવિશેષ સ્વાગત કરાશે. દેશના વડાપ્રધાન પીએમ મોદી તેમના કદમથી કદમ

મિલાવી ભારતની ભવ્યતા બતાવશે. દુનિયાની મહાસત્તાના વડા અને દુનિયાની સૌથી જૂની

લોકશાહીના વડા એક સાથે એક મંચ પર આવવા તૈયાર છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ

જોવા મળી રહ્યો છે.

અમદાવાદ બાદ ડોનાલ્ડ

ટ્રમ્પ ઉત્તર પ્રદેશ પહોંચશે. જ્યાં તેઓ પ્રેમના પ્રતિક અને વિશ્વની સાતમી અજાયબી

એવા તાજ મહલનો દીદાર કરશે.

Next Story